ahemdabad

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી એસ્પાયર-2 બિલ્ડિંગમાં 7મા માળેથી લિફ્ટ તૂટી પડતાં 7 કામદારોનાં મોત

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે એસ્પાયર નામની બિલ્ડિંગમાં બાંધકામનું કામ ચાલી રહ્યું હતું. દરમિયાન લિફ્ટ તૂટવાને કારણે 7 મજૂરોના મોત થયાના સમાચાર છે. જણાવવામાં આવી રહ્યું છે કે એસ્પાયર-2 નામની ઈમારતના નિર્માણ દરમિયાન સાતમા માળેથી લિફ્ટ તૂટવાથી 7 મજૂરોના મોત થયા હતા. હાલ એક કર્મચારીની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાની જાણ થતા જ સુપરવાઈઝર સહિતના લોકો લાઈટ પંખો ચાલુ કરી ઓફિસની બહાર નીકળી ગયા હતા.આ અકસ્માત એસ્પાયર 2 નામની બિલ્ડિંગમાં સવારે 9:30 વાગ્યે થયો હતો. જેમાં ઘોઘંબા વિસ્તારમાં રહેતા મજૂરો કામ કરી રહ્યા હતા અને લિફ્ટ તૂટી જતાં તેઓ નીચે પડ્યા હતા. હાલ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

 ફાયર બ્રિગેડના ઓફિસર ઈનચાર્જ જયેશ ઘાડિયાએ જણાવ્યું હતું કે અમને મીડિયા અને મિત્રો દ્વારા આ અંગે કોઈ માહિતી મળી નથી. તેના આધારે અમે અહી તપાસ કરવા આવ્યા છીએ.અમે સ્થળ પર તપાસ કરવા આવ્યા છીએ પરંતુ કોઇપણ જાતના જવાબદાર અધિકારી અહી હાજર નથી.કામ દરમિયાન લિફ્ટ તૂટી જતાં કુલ આઠ લોકો પડી ગયા હતા. જેમાંથી બે વ્યક્તિ ઉપરથી પડી ગયા હતા. બાકીના 6 કામદારો ભોંયરામાં પડ્યા હતા. તેમને નજીકના બિલ્ડિંગના લોકોએ બચાવી લીધા હતા. શરૂઆતમાં 2 લોકોને એમ્બ્યુલન્સમાં મોકલવામાં આવ્યા હતા, 15 મિનિટ પછી -2 બેઝમેન્ટમાં અન્ય 4 લોકો ફસાયા હતા અને ત્યાર બાદ -2 બેઝમેન્ટમાં પાણી ભરાયા બાદ વધુ 2 મજૂરો મળી આવ્યા હતા. કુલ 8 મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા.એક કામદારે જણાવ્યું કે લિફ્ટ 13મા માળે કામ કરી રહી હતી. સેટિંગ ભરવા માટે વપરાય છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x