ગૂજરાત વિદ્યાપીઠના મહાદેવ દેસાઈ ગ્રામસેવા સંકુલ (બી.એ & એમ.એ) વિભાગમાં ગાંધી ગ્રામજીવન યાત્રા અભિમુખતા યોજાઈ
ગૂજરાત વિદ્યાપીઠએ મહાત્મા ગાંધીની વિચારને નવી પેઢીમાં જીવંત રાખવા સતત કાર્યશીલ એવી પીઠિકા છે. દર વર્ષ ગાંધી જયંતી એટલેકે વિશ્વ અહિંસા દિવસ નિમિત્તે સૌ વિદ્યાર્થીઓ તેમાં ગાંધી પ્રેરિત જીવન શૈલીની સુવાસ ભારતના હૃદય સમાન ગામડાઓમાં લઈને જાય તથા ગ્રામ્ય જીવનની હાજતો વિષે સમજણ કેળવે તથા ગ્રામ્ય જીવનને પ્રથમદર્શી રીતે અનુભવે અને પોતાના ગ્રામ્ય પરિવેશ માટે બીજા પ્રદેશના ગ્રામ્ય જીવનની શૈલી, તકનીકો અને પ્રયુક્તિઓ સમજે અને એક સાચા અર્થમાં સાંસ્કૃતિક આદાનપ્રદાન થાય આવા સુંદર પ્રયોજનો સાથે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા સપ્ટેમ્બર માસના અંતિમ પખવાડિયામાં ગાંધી ગ્રામ જીવન યાત્રાનું આયોજન થાય છે.છેલ્લા બે વર્ષે કોરોના મહામારીને લીધે તેનું સ્વરૂપ બદલાયું હતું, પરંતુ આ વર્ષે તેના અસલ સ્વરૂપે યોજવાની છે તે અંતર્ગત વિદ્યાર્થીઓને પદયાત્રાની તાત્વિક સંકલ્પના સ્પષ્ટ થાય તે માટે એક અભિમુખતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું.
જે અંતર્ગત પ્રોફ. ડૉ. રાજેન્દ્ર જોષીએ વિદ્યાર્થીઓને ગ્રામ જીવન પદયાત્રાનો ઉદ્દેશ્ય, સ્વરૂપ અને વિભાવના વિષે ઉદાહરણ સહીત રસમય શૈલીમાં વાર્તાલાપ કર્યો હતો. ડૉ. મોતી દેવું અને ડૉ. વિક્રમસિંહ અમરાવતે પદયાત્રાના ઇતિહાસ વિષે વાત કરી હતી જયારે ડૉ. કનું વસાવા અને ડૉ. અમરેન્દ્ર પાંડેએ પદયાત્રાની આચાર સંહિતા વિષે વાત મુકી હતી. પ્રોફે. બળદેવ મોરીએ “મારી પદયાત્રા’ વિષય સાંકળીને વિદ્યાર્થીઓને ગ્રામ્ય સમાજમાંથી કેવીરીતે પ્રેમ સંપાદન કરી શકાય તે વિષય તો ડૉ. દિવ્યેશ ભટ્ટે ગ્રામજીવનના વિવિધ પાસાઓનો અભ્યાસ વિષયને આવરીને વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતાં. સાથે સાથે પંચાયતી રાજ તાલીમ કેન્દ્રના આચાર્ય શ્રી તેજસ ઠાકરે પણ વિદ્યાર્થીઓને વિવિધ જનસમુદાય સાથે જોડાવવાની પ્રયુક્તિઓ અને વાર્તાલાપ કરવાની કળા વિષે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન સંયોજક શ્રી પ્રો. ડૉ. રાજેન્દ્ર જોષીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સેવા યોજના એકમ ના પ્રોગ્રામ ઓફિસર ડૉ. દિવ્યેશ ભટ્ટ, પ્રોગ્રામ ઓફિસર ડૉ. મોતી દેવું અને પ્રા. બલદેવ મોરીએ સુચારુ રીતે હાથધર્યું હતું. સોમવાર તા. ૧૯થી સમગ્ર સંકુલની ટીમો ગ્રામજીવન યાત્રા પર ગુજરાત ભરના વિવિધ ગામોમાં જઈ નિવાસ કરી ગ્રામજીવનને સમજવાની કવાયત કરશે.