અમદાવાદથી કોચીનું વન-વે હવાઈ ભાડું રૂ. 33 હજાર!
દેહરાદૂન, ગોવા, કોલકાતા, બેંગ્લોર માટે વન-વે એરફેર પણ 15 હજાર રૂપિયાથી વધુ છે.દિવાળીની રજાઓમાં હજુ એક મહિનાથી વધુનો સમય બાકી છે. પરંતુ હવેથી હવાઈ ભાડા આકાશને આંબી જવા લાગ્યા છે. અમદાવાદથી દિલ્હી, દેહરાદૂન, કોચી સહિતના સ્થળો માટે વન-વે હવાઈ ભાડામાં અઢી ગણાથી વધુનો વધારો થયો છે.આ વખતે દિવાળી 24 ઓક્ટોબર-સોમવારની છે. આ કારણે 22 ઓક્ટોબરથી શનિવાર છે, તેથી મોટાભાગની ફ્લાઈટ બુકિંગ શરૂ થઈ ગઈ છે. સામાન્ય દિવસોમાં અમદાવાદથી દેહરાદૂનનું વન-વે હવાઈ ભાડું રૂ. 5000 થી રૂ. 7000 જેટલું છે. પરંતુ 22 ઓક્ટોબરે એ જ હવાઈ ભાડા માટે તમારે 18,000 રૂપિયા સુધી ચૂકવવા પડી શકે છે. એ જ રીતે અમદાવાદથી ગોવાનું વન-વે એરફેર વધીને રૂ. 15,500 થયું છે. સામાન્ય દિવસોમાં આ હવાઈ ભાડું 5500 રૂપિયાની આસપાસ હોય છે.
આ અંગે એક ટુર ઓપરેટરે જણાવ્યું હતું કે, ‘આ વખતે ઉનાળાની રજાઓ કરતાં દિવાળી વેકેશનમાં બહાર જવાની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. જો કે, હાલમાં આ હવાઈ ભાડામાં જે અતિશય ભાવ વધારો જોવા મળી રહ્યો છે તે કૃત્રિમ છે. ઘણા એજન્ટોએ દિવાળીના મહિનાઓ પહેલા ટિકિટના સ્લોટ બુક કરાવ્યા છે. જેના કારણે આ સમયે ટિકિટના ભાવમાં વધારો વધુ જોવા મળી રહ્યો છે. અલબત્ત, દિવાળીની રજાઓ નજીક આવી રહી છે ત્યારે વિમાન ભાડામાં વધુ વધારો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.