ઉપવાસના 8મા દિવસે હાર્દિકની તબીયત બગડી, એસ.પી સ્વામીની વાત માની પાણી પીધું
અમદાવાદ :
પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના નેતા હાર્દિક પટેલના ઉપવાસનો આજે આઠમો દિવસ છે. હાર્દિકના વજનમાં સાત કિલો વજનનો ઘટાડો થયો છે. આખરે ભારે વિવાદ પછી આજે હાર્દિક પટેલે ગઢડાથી આવેલા સ્વામિનારાયણ મંદિરના સંત એસ. પી. સ્વામીના હાથે પાણી પીધું છે. અત્યાર સુધી સરકારે તેમના કોઇપણ પ્રતિનિધિને હજી વિચારણા માટે મોકલવામાં આવ્યો નથી. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા તથા બ્રિગેડિયર સુધીર સાવંત પણ હાર્દિકની મુલાકાત લઇ શકે છે. હાર્દિકના ડોક્ટર અવિરાજ સાથે અમારી ટીમે વાત કરી હતી જેમાં તેમણે જણાવ્યું કે, હાર્દિકની તબિયત ગંભીર છે. આજે આઠમો દિવસ ઉપવાસના થયા છે અને આજે ત્રીજો દિવસ થયો પાણી પણ નથી લીધું. જે ઘણું ક્રિટિકલ કહી શકાય. રોજ જે બ્લડ અને યુરીનના સેમ્પલના ટેસ્ટ થાય છે તેમાં દેખાઇ રહ્યું છે કે, એસિટોનની માત્રા વધી રહી છે અને સોડિયમની માત્રા ધટી રહી છે. કિડનીમાં ઇન્ફેકશન થયું છે. જો આવું જ રહ્યું તો હાર્ટ અને લંગ્સ પર ગંભીર અસર થઇ શકે છે. ગઢડાથી આવેલા સ્વામિનારાયણ મંદિરના સંત એસ. પી. સ્વામીએ હાર્દિક પટેલ સાથે ગઇકાલે મુલાકાત કરી હતી. તેમણે હાર્દિકને પાણી પીને ઉપવાસ ચાલુ રાખવાની વિનંતી કરી હતી. બીજી બાજુ સોલા પોલીસે પણ હાર્દિકના નિવાસસ્થાને એક એમ્બ્યુલન્સ મૂકી દીધી છે. જેથી ઇમરજન્સીમાં હાર્દિકને તાત્કાલીક રીતે હોસ્પિટલમાં ખસેડી શકાય. હાર્દિકના સમર્થનો પણ હાર્દિકને પાણી પીને ઉપવાસ કરવાનું કહી રહ્યાં છે. સરકાર વહેલી તકે માગણીઓ સ્વીકારે અને હાર્દિકના સ્વાસ્થ્ય સારૂ રહે તેમજ સમર્થનમાં અમદાવાદના વસ્ત્રાલમાં સવારે રામધૂનનો કાર્યક્રમ શરૂ કરાયો હતો. તે ઉપરાંત ઘૂમા, સુરેન્દ્રનગર, સુરત તથા સાબરકાંઠાના અનેક ગામમાં પણ ઉપવાસ-દેખાવો યોજાયા હ