ડાંગના ધારાસભ્યએ પોતાનો પગાર તો વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરિતાને ૧ લાખ ૧૧ હજારના પુરસ્કારની જાહેરાત કરી
ડાંગ :
રાજ્યમાં યોજાયેલ ખેલ મહાકુંભમાં ચાર-ચાર ગોલ્ડ અને એક સિલ્વર મેડલ પ્રાપ્ત કરનારી સરિતા ગાયકવાડ એશિયન ગેમ્સમાં દેશને ગોલ્ડ અપાવનારી ગુજરાતની પ્રથમ મહિલા બની છે. ત્યારે તેના ઘરે ઉત્સવનો માહોલ છે.
ધારાસભ્ય મંગલ ગાવિતે સરિતાના પિતાનું શાલ અને ઓઢાડીને અને માતાને સાડી આપીને સન્માન કર્યું અને શુભેચ્છા પાઠવી. સમગ્ર ગામમાં ખુશીનો માહોલ છે. અને લોકોએ સાથે મળીને પરંપરાગત રીતે ડાંગી ડાન્સ કર્યો.
રાજય સરકાર દ્વારા ખેલ મહાકુંભ થકી રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં પણ રમતવીરોમાં છુપાયેલી પ્રતિભાને ઉજાગર થઈ રહી છે. સરિતાની સિદ્ધીને લઈને હવે તેના પર પૈસાનો વરસાદ થઈ રહ્યો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અન્ય યુવાઓને પ્રોત્સાહિત કરવા સરિતાને રાજ્ય સરકાર તરફથી રૂપિયા ૧ કરોડના પુરસ્કારની જાહેરત કરી છે.
તો વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ૧ લાખ ૧૧ હજારના પુરસ્કારની જાહેરાત કરી છે. સ્થાનિક ધારસભ્ય મંગલ ગાવિતે પોતાનો એક માસનો પગાર આપવાની જાહેરત કરી ચેક અર્પણ કર્યો છે.