ગુજરાત

RTEના મુદ્દાને સરકાર હળવાશથી ન લે, આ સંવેદનશીલ છે : ગુજરાત હાઇકોર્ટ

ગાંધીનગર :
આરટીઇ માટે સરકારે ઘણી ચર્ચાઓ કરી પરંતુ તેનું પરિણામ હજી ગરીબોના પક્ષમાં આવ્યું નથી. ગરીબોના બાળકોને હજી આ લાભ પુરેપુરો મળ્યો નથી. આજે આરટીઈ અંગે ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે.
આરટીઈના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે સરકારને ટકોરતા કહ્યું છે કે, ‘એક બાજુ શાળાઓમાં સીટો ખાલી રહે છે જ્યારે બીજી બાજુ ગરીબ બાળકો એડમિશનથી વંચિત રહે છે. આ મુદ્દાને સરકાર હળવાશથી ન લે, આ મુદ્દો ઘણો જ સંવેદનશીલ અને ગંભીર છે. ગરીબ બાળકોના ભણતરનો પાયો મજબૂત થાય તે જરૂરી છે.’ હાઇકોર્ટે તે પણ કહ્યું કે, ‘આરટીઆઈનો બોહળો પ્રચાર કરો હજી વાલીઓમાં ઘણી ગેરસમજ છે.’ તેમણે આરટીઇના પ્રવેશ અંગે જણાવ્યું કે આ વર્ષે તો પ્રવેશ પ્રક્રિયા શક્ય નથી પરંતુ આવતા વર્ષે સરકાર બાળકોને શાળા પસંદગીના વધુ વિકલ્પો આપે.’
ગુજરાત હાઇકોર્ટે આ પહેલા પણ આરટીઈ મામલે કડક વલણ અપનાવતા કહ્યું હતું કે, દરેક શાળાએ રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત 25 ટકા ગરીબ બાળકોને એડમિશન આપવું જ પડશે. આ મામલે કોઇપણ જાતનો ટાર્ગેટ ચલાવી લેવામાં નહી આવે. હાઇકોર્ટે એ પણ સ્પષ્ટ કહ્યું હતું કે ગરીબ બાળકોને ફાળવવામાં આવતી 25 ટકા અનામતનો અમલ થયો નથી. આ મામલે હાઇકોર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો હતો. હાઇકોર્ટનાં સવાલ પર સરકારે બચાવ કરતા કહ્યું હતુ કે, કાયદાનાં અમલમાં ઘણી તકલીફો સામે આવી છે. આ અંગે અનેક ફરિયાદો પણ મળી હતી. અમે આ મામલે સુધારાત્મક પગલા લઇ રહ્યા છીએ. સરકારે પણ કહ્યું છે કે રાજ્યમાં 100 ટકા આરટીઈ એક્ટનો અમલ થયો નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x