6 ડિસેમ્બર – ડો.બી.આર.આંબેડકરની પુણ્યતિથિ.
ભારતના બંધારણના ઘડવૈયાઓમાંના અગ્રણી ડો.બી.આર.આંબેડકર નું નામ ભીમરાવ રામજી આંબેડકર.
તેમને પછીથી લોકો બાબાસાહેબ આંબેડકરના નામથી ઓળખતા થયા.
નાનપણથી બુદ્ધિમાન એવા આંબેડકરજી ને ભેદભાવની કુરિતી ને કારણે ઘણું સહન કરવું પડેલું. પણ ‘સૂરજ ને વાદળો ઢાંકી સકતા નથી’ એ રીતે એ આગળ વધ્યા અને 1913 માં બરોડાના સૈયજીરાવ ગાયકવાડ ની સ્કોલરશીપ ના આધારે કોલમ્બિયા યુનિવર્સિટીમાં અભ્યાસ માટે ગયા. 1927 માં તે ઇકોનોમિક્સ માં પીએચડી થયા.
તેમણે અસ્પૃષ્યોને સમાજમાં સમાન દરજ્જો અપાવવા અને તેમના અભ્યાસ માટે ઘણા પ્રયત્નો કર્યા. હિન્દૂ મેરેજ એક્ટમાં પણ તેમણે ઘણા સુધારા કર્યા અને સ્ત્રીઓ તથા દલિતોના ઉદ્ધાર માટે ઘણાં પ્રયત્નો કર્યા.
ભારતના બંધારણ માટેની ‘ડ્રાફટીંગ કમિટિ’ ના તે અધ્યક્ષ હતા. આઝાદ ભારતના તેઓ પહેલા કાયદામંત્રી બન્યા. બંધારણમાં કલમ-370 ના દુષ્પરિણામો નો અંદાજ આવતા તેમણે એ વખતે પણ વિરોધ કર્યો હતો.
મલ્ટીડાયમેન્શનલ વ્યક્તિત્વ ધરાવતા બાબાસાહેબ આંબેડકર 50,000 કરતા વધુ પુસ્તકોની લાયબ્રેરી ધરવતા હતા અને તેમણે પોતે પણ પુસ્તકો લખ્યા હતા. તેમની આત્મકથા ‘વેઇટિંગ ફોર વિઝા’ નામથી લખી.
ભારતના ઘડવૈયાઓમાંના એક એવા ડો.બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલી સહ શત શત નમન.