ગુજરાત

કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને કટ ટુ સાઈઝ કરવા નિમાશે 4 કાર્યકારી પ્રમુખ, જાણો ક્યા ઝોનમાં કોની થઈ શકે નિમણૂક?

અમદાવાદઃ

લોકસભાની 2019ની ચૂંટણી જીતવા કોંગ્રેસે જોરશોરથી તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં કોંગ્રેસ આ વખતે ભાજપને પછાડવા માગે છે ત્યારે તેના ભાગરૂપે દિલ્હીમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસની બેઠક મળી હતી. આ બેઠકમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમિક્ષા કરવામાં આવી હતી.

આ ઉપરાંત સંગઠનમાં નિમણૂકોને મંજૂરી અપાઈ છે. આ મંજૂરી દ્વારા પ્રદેશ પ્રમુખ અમિત શાહની પાંખો કાપી નંખાશે કેમ કે રાહુલ ગાંધીએ ચાર કાર્યકારી પ્રમુખ નિમવા સૂચના આપી છે. પ્રદેશ પ્રમુખનો ભાર હળવો કરવાના નામે 4 નવા કાર્યકારી પ્રમુખો નિમાશે પણ વાસ્તવમાં તેની પાછળ અમિત ચાવડાને વેતરી નાંખવાની ગણતરી છે.

કોંગ્રેસના કાર્યકારી પ્રમુખો તરીકે નિમાનારા નેતાઓ પક્ષના વરિષ્ઠ અને સિનિયર અગ્રણીઓ હશે જેથી સંગઠન સુચારુ રૂપે ચાલી શકે. આ જાહેરાત થતાં જ કોંગ્રેસના નેતાઓએ લોબિઈંગ શરૂ કરી દીધું છે. આ અંગેનો અંતિમ નિર્ણય ગુજરાત પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ તથા મહામંત્રી અશોક ગેહલોત લેશે.

કોંગ્રેસનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ચાર કાર્યકારી પ્રમુખો તરીકે અત્યારે અલ્પેશ ઠાકોર (ઉત્તર ગુજરાત), વીરજી ઠુમર (સૌરાષ્ટ્ર-કચ્છ), જીતુભાઈ ચૌધરી (દક્ષિણ ગુજરાત) તથા અક્ષય પટેલ (મધ્ય ગુજરાત)ની વરણી થઈ શકે છે. કોંગ્રેસ આ વખતે યુવા ચહેરાઓને આગળ કરવા માગે છે તેથી આ ચાર ધારાસભ્યોને તક મળશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x