ગુજરાત

અમદાવાદ

વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ભારતીય જનતા પાર્ટીને ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવાની અપીલ કરી છે. સાથે સાથે એવી ચીમકી પણ ઉચ્ચારી છે કે જો ભાજપની સરકાર ખેડૂતોનું દેવું માફ નહીં કરે તો આગામી ચૂંટણીમાં ગરીબ પ્રજા અને ખેડૂતો સરકારને સાફ કરશે.

ધાનાણીએ જણાવ્યું કે, “ભાજપના સાશનમાં ખેડૂતોની આત્મહત્યાની સંખ્યામાં વધારો થયો છે. ખેડૂતોનાં મોત મામલે સરકારે શ્વેતપત્ર જાહેર કરવું જોઈએ. આત્મહત્યાના આંકડાની સાચી તપાસ કરવામાં આવે તો ખબર પડશે કે કદાચ દેશમાં સૌથી વધારે આપઘાત ગુજરાતના ખેડૂતો કરી રહ્યા છે.”
ધાનાણીએ વધુમાં જણાવ્યુ કે, “સરકારે વિધાનસભામાં આપેલા આંકડા પ્રમાણે વર્ષ 2013-14 થી 2017-18 સુધી 1,08,116 લોકોએ આત્મહત્યા કરી છે અથવા તેમના આકસ્મિક મોત થયા છે. સરકારે આ લોકોની તપાસ કરવી જોઈએ કે તેઓ કયા વ્યવસાય સાથે સંકળાયેલા છે. સરકારે ખેડૂતોના આપઘાતને આકસ્મિક મોતમાં ખપાવી રહી છે. આ મામલે સરકાર શ્વેતપત્ર બહાર પાડે. ભાજપની સરકારમાં કૃષિની બજેટમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. જગતનો તાત આજે પાણી માટે વલખા મારે છે. જો સરકાર દેવા માફી નહીં કરે તો આગામી ચૂંટણીમાં પ્રજા બીજેપીના સાફ કરશે.”

‘અંતિમની વાટે ગુજરાત’

સોમવારે પરેશ ધાનાણીના ઓફિસિયલ ટ્વિટર હેન્ડલ પરથી ‘ગુજરાત બચાવો અભિયાન’ના હેઝ ટેગ સાથે એક ટ્વિટ કરવામાં આવ્યું છે. ટ્વિટમાં લખ્યું છે કે, “રાજ્યમાં 2013/14 થી 2017/18 સુધીમાં કુલ 1, 08, 625 જેટલા આત્મહત્યા સહિત આકસ્મિક મૃત્યુના બનાવો નોંધાયેલા છે. આમ ગુજરાતમાં સરેરાશ દર વર્ષે 21,725, દર મહિને 1,810 અને દરરોજ 60 જેટલા લોકો અંતિમ પગલું ભરવા માટે મજબૂર થઈ રહ્યા છે!”

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x