PM મોદીએ નથી લીધી એકપણ રજા, તો જાણી લો મનમોહન સિંહે કેટલા દિવસ લીધી
Delhi :
વાતોનો એક જમાનો હોય છે અને હાલમાં જોવા જઈએ તો આખા જમાનાની વાતો પણ થાય છે. ચાલી રહેલા લેટેસ્ટ સમયની વાત છે, એક વ્યક્તિ ઘણો લોકપ્રિય છે અને તેના ચાહકો તેની દરેક વાતને અને તેના વિશેની વાતોને આંખો બંધ કરીને માની લે છે. આટલી વાત સાંભળતા જ તમને ખબર પડી ગઈ હશે કે, આપણે કોની વાત કરી રહ્યાં છીએ. હવે સ્પષ્ટ વાત કરીએ તો તેઓ ત્યારે ફુલાતા સમાતા નથી જ્યારે તેમના મોઢા પર આ શબ્દ આવે છે – ‘વડાપ્રધાન મોદીએ આજ સુધી એકપણ રજા લીધી નથી’ આ શબ્દો બોલતા-બોલતા તો તેમના મોઢા પર એટલી બધી લાલાશ આવી જાય છે જેટલી લાલાશ તો બીટમાં પણ હોતી નથી. આ રીતની વાત ખુબ જ ગજબ રીતે આખા ભારતમાં ફરીવળી છે. દુનિયાએ તે વાતને લોક કરી દીધી છે કે, મોદીએ આજ સુધી એકપણ રજા લીધી નથી અને આવું કરવાથી મોદી એક યૂનીક પ્રાઈમ મિનિસ્ટર બની ગયા છે.
તો એવામાં મનમાં એક પ્રશ્ન આવ્યો તો વિચાર્યુ કે પૂછી જ નાંખીએ. તો પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પોતાના 10 વર્ષના કાર્યકાળમાં કેટલા દિવસ રજા લીધી છે?
જવાબ સાંભળીને તમે પણ હેરાન રહી જશો. આ પ્રશ્નનો જવાબ છે કે, મનમોહન સિંહે દસ વર્ષમાં એક દિવસ પણ રજા લીધી નથી. આ અમારા મનની કે અન્ય કોઈના મનની વાત અમે તમને જણાવી રહ્યાં નથી, આવું પોતે મોદી સરકારે જણાવ્યું છે.
મનોજ કુમાર યાદવ નામના એક વ્યક્તિએ 25 નવેમ્બર 2016ના દિવસે માહિતી અધિકાર (આરટીઆઈ) હેઠળ સરકાર પાસેથી એક જાણકારી માંગી હતી. તેમને પૂછ્યું હતુ કે, મનમોહન સિંહે પોતાના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન કેટલી રજાઓ લીધી છે. સરકારે 10 ફેબ્રુઆરી 2017ના દિવસે જવાબ આપતા જણાવ્યું હતુ કે, 10 વર્ષના કાર્યકાળમાં મનમોહન સિંહે એકપણ રજા લીધી નથી. એવું નથી કે, કોઈ વડાપ્રધાનને રજા લેવી પડતી હોય છે. જોકે સંવિધાનમાં વડાપ્રધાનની રજાનું કોન્સેપ્ટ જ નથી, એટલે દેશના વડાપ્રધાન કોઈપણ સ્થિતિમાં દરેક વખત ડ્યુટી પર હોય છે. પીએમ સાહેબ/સાહિબા દેશથી બહાર હોય, બગીચામાં આંટા-ફેરા મારીને વજન ઉતારી રહ્યાં હોય, ટેરા-કોટાની મૂર્તિઓ જોઈ રહ્યાં હોય, ચાઈનાના પીએમ સાથે હિંચકો ખાઈ રહ્યાં હોય, સિંહની તસવીર લઈ રહ્યાં હોય, તે બધુ જ ઓન ડ્યુટી કરી રહ્યાં હોય છે.
હવેથી જો કોઈ તમને દેશના વડાપ્રધાન કેટલું કામ કરે છે અને એકપણ રજા લેતા નથી એવું કહે તો આ આર્ટિકલની લિંક આપી દેવાની અને કહેવાનું કે, તે જમાના પ્રમાણેની એક વાત છે.