75 વર્ષે બેન થાક્યાં: કહ્યું- હવે મને સીએમની જવાબદારીમાંથી મુક્ત કરો; હવે બનશે પંજાબના ગવર્નર!
અમદાવાદ: 24 કલાકમાં 7મા પગારપંચનો અમલ, નાના વાહનો માટે ટોલટેક્સ માફી જેવા ચાર સ્વંત્રત નિર્ણયો લઈને બધાને ચોંકાવનારા આનંદીબેને ફેસબુક પોસ્ટ પર સીએમની જવાબદારીમાંથી મુક્ત કરવાની અપીલ કરી ફરી બધાને ચોંકાવ્યા. આનંદીબેને લખ્યું છે કે, તેમણે બે માસ અગાઉ જ પક્ષના વરિષ્ઠ નેતૃત્વ સમક્ષ સીએમની જવાબદારીમાંથી મુક્ત કરવા માટે વિનંતી કરી હતી. અમિત શાહે આ અંગે જણાવ્યું હતું કે, તેમના પત્રને સંસદીય બોર્ડ સમક્ષ મૂકી નિર્ણય લેવામાં આવશે. જાહેરાત બાદ આનંદીબેન રાજ્યપાલને મળવા માટે પહોંચ્યાં હતાં. બેનને હવે પંજાબમાં રાજ્યપાલ બનાવવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે.