ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી યથાવત્ રહેશે, ૨૫ જાન્યુઆરીથી ઠૂંઠવાઈ જવાય એવી ઠંડી પડશે
રાજ્યમાં ગાત્રો થીજવતી ઠંડી યથાવત્ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, મંગળવારે પણ ૧૧ શહેરમાં ઠંડીનો પારો ૧૦ ડીગ્રીથી નીચે રહ્યો હતો. આ કાતિલ ઠંડીમાં રાજકોટની શાળામાં વિદ્યાર્થિનીનું હાર્ટ-અટેકથી મૃત્યુ નીપજ્યું હતું. નલિયામાં ફરી સૌથી ઓછું તાપમાન ૨.૪ ડીગ્રી નોંધાયું હતું. અમદાવાદ સહિત રાજ્યનાં મોટા ભાગનાં શહેરોમાં મહત્તમ તાપમાન ૨૭ ડીગ્રી સેÂલ્સયસથી ઓછું નોંધાયું હતું. હવે ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ ઘટશે, જાકે રાજ્યમાં ૨૫ જાન્યુઆરીથી ઠંડીનો નવો રાઉન્ડ પણ શરૂ થવાનું અનુમાન છે. આ શિયાળાની સીઝન વધુ સમય સુધી રહેશે. સવાર અને રાÂત્ર દરમિયાન વધુ ઠંડી અનુભવાશે, પરંતુ દિવસ દરમિયાન તાપમાન વધુ રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં નલિયામાં ૨.૪ ડીગ્રી સાથે સૌથી વધુ ઠંડી પડી હતી. હજુ પણ કચ્છમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. ગુજરાતનાં ૧૧ શહેરમાં ૧૦ ડીગ્રીથી ઓછું તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં પવનની દિશા વારંવાર બદલાવાથી તાપમાનમાં પણ વધઘટ થઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જ્યારે પૂર્વ તરફ પહોંચે છે ત્યારે ઉત્તરના પવનથી શીત લહેરો સર્જાય છે, પરિણામે, ગુજરાતમાં ઠંડી પડી રહી છે. જાન્યુઆરીના અંત સુધી અને ફેબ્રુઆરીમાં પણ ઠંડી અનુભવાશે.
થોડા દિવસ હળવા વાદળો રહેશે. ત્યાર બાદ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ૨૫, ૨૬ અને ૨૭ જાન્યુઆરીએ ઠંડી પડવાની શક્યતા વધુ છે અને તાપમાન ૧૦ ડીગ્રી સેÂલ્સયસથી નીચું જઈ શકે છે. સૌરાષ્ટÙ- કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ઠંડો પવન ફૂંકાવાની શક્યતા છે. મધ્ય ગુજરાતમાં મહત્તમ તાપમાન ૩૦ ડીગ્રી સેÂલ્સયસ રહેવાનું અનુમાન છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ઠંડો પવન ફૂંકાવાની સંભાવના છે.
હવામાનના નિષ્ણાતો મુજબ, એક પછી એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દેશના ઉત્તરના પર્વતીય વિસ્તારોમાં ભારે બરફવર્ષા થશે. જેથી ફેબ્રુઆરીમાં બરફીલી ઠંડીનો પણ અનુભવ થઈ શકે છે. જ્યારે ઉત્તરનાં ઘણાં રાજ્યોમાં કમોસમી વરસાદ પડવાની પણ સંભાવના છે. આ ઉપરાંત પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં પણ ભારે હિમવર્ષા થવાની શક્યતા છે. માઉન્ટ આબુમાં ઠંડીનો પારો -૪ ડીગ્રી નોંધાયો હતો. સમગ્ર વિસ્તારમાં બરફની પરત જામેલી જાવા મળી છે. માઉન્ટ આબુમાં સહેલાણીઓ પણ ઠંડીથી ઠૂંઠવાઈ ગયા હતા. આ પહેલાં પણ -૬ ડીગ્રી સાથે માઉન્ટ આબુમાં ઠંડી કાતિલ પડી હતી. ઠંડીની સાથે સવારે આબુના પહાડોમાં ધુમ્મસથી મિની કાશ્મીર જેવી Âસ્થતિ સર્જાઈ છે.