ગુજરાત

પઠાણ ગુજરાતમાં રિલીઝ કરવી કે નહિ, થિયેટર સંચાલકો ટેન્શનમાં, સરકારને પત્ર લખ્યો

ગુજરાતના થિયેટરમાં શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની બહુચર્ચિત ફિલ્મ પઠાણ રિલીઝ થશે કે નહિ તેની ચર્ચા છે. કારણ કે, ગુજરાતમાં ‘પઠાણ’ ફિલ્મ રિલીઝને લઈ સિનેમા માલિકો અસમંજસની Âસ્થતિમાં મૂકાયા છે. મÂલ્ટપ્લેક્સ એસોસિયેશને મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને આ મામલે પત્ર લખ્યો છે.

જેમાં સરકાર પાસેથી ફિલ્મના રિલીઝની સ્પષ્ટતા માંગવામાં આવી છે. તેમજ જા ફિલ્મ ગુજરાતમાં રિલીઝ થાય તો સુરક્ષા આપવાની પણ માંગણી કરાઈ છે. જેથી કોઈ અડચણ ન આવે.
આ મહિનામાં ૨૫ જાન્યુઆરીના રોજ શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ પઠાણ રિલીઝ થવાન છે. જેને લઈને બોલિવુડના બાદશાહ એક્સાઈટેડ છે. હાલમાં જ રિલીઝ થયેલા તેમના ફિલ્મના ટ્રેલરને વર્લ્ડવાઈડ સારો રિસ્પોન્સ મળ્યો છે. જેની અસર તેના એડવાન્સ બુકિંગ પર દેખાઈ રહી છે. પરંતું ગુજરાતમાં ફિલ્મના રિલીઝ પર થિયેટર એસોસિયેશન અસમંજસમાં છે. થિયેટર એસોશિએશને સરકાર પાસે ફિલ્મ રિલીઝ અંગે પત્ર લખીને સ્પષ્ટતા માંગી છે. થિયેટર એસોસિયેશને પત્રમાં કહ્યું કે, જા ગુજરાતમાં ફિલ્મ રિલીઝ થવાની હોય તો અમને સુરક્ષા આપે.
ગુજરાતમાં પઠાણ ફિલ્મની રીલીઝને લઈ કેટલાક સંગઠનોએ ચેતવણી આપી છે. ૨૫ જાન્યુઆરીએ શાહરુખ ખાનની પઠાણ ફિલ્મ રિલીઝ થવાની છે. ત્યારે આ મામલે મલ્ટીપ્લેક્સ થિયેટર એસોસિયેશનના સભ્યો આજે મુખ્યમંત્રીને મળીને રજુઆત કરશે. કારણ કે, જા કોઈ અનિચ્છનીય ઘટના બની કે વિરોધ થયો તો તેઓને નુકસાન થઈ શકે છે. અગાઉ પદ્માવત ફિલ્મનો વિરોધ થયો હતો, જેને બાદમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતુ. ત્યારે મલ્ટીપ્લેક્સ થિયેટર એસોસિયેશન પણ દ્વિઘામાં છે કે ફિલ્મ રિલીઝ થાય તો તેમની સુરક્ષાનું શું.
ઉલ્લેખનીય છે કે, ફિલ્મના રિલીઝ થતા પહેલા જ અનેક વિવાદો થયા છે. આ ફિલ્મના બેશરમ ગીતમાં દીપિકા પાદુકોણે ભગવા રંગની બિકીની પહેરી હતી, જેના પર લોકોએ તથા કેટલાક સંગઠનોએ વિરોધ દર્શાવ્યો હતો. કેન્દ્રીય ફિલ્મ પ્રમાણ બોર્ડ એટલે કે સીબીએફસીએ મેકર્સને ફિલ્મના કેટલાક સંવાદ અને દ્રષ્યોમાં કટ મારવાના પણ સૂચન કર્યા હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *