વિશ્વની સૌથી સુંદર મહિલા અને એક્ટ્રેસનું નિધન, કરિશ્મા કપૂર સાથે કનેક્શન હતું !
વિશ્વની સૌથી સુંદર મહિલા કહેવાતી પ્રખ્યાત ઇટાલિયન અભિનેત્રી જીના લોલોબ્રિગિડાનું નિધન થયું છે. તેની ઉંમર ૯૫ વર્ષની હતી. જીના લોલોબ્રિગીડાએ ૫૦ અને ૬૦ના દાયકામાં યુરોપિયન સિનેમામાં ધમાલ મચાવી દીધી હતી. જીના લોલોબ્રિગીડાનું પણ ભારતીય સાથે જાડાણ હતું. તેને ૨૦મી સદીની મોના લિસા કહેવામાં આવતી હતી.જાકે જીના લોલોબ્રિગીડાના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. કહેવામાં આવી રહ્યું છે કે જીના લોલોબ્રિગિડાની જાંઘનું હાડકું ૨૦૨૧માં તૂટી ગયું હતું, જેની સપ્ટેમ્બરમાં સર્જરી કરવામાં આવી હતી. જા કે તે બાદ તે સ્વસ્થ થઈ ગઈ હતી અને ચાલવા પણ લાગી હતી.તેણીએ બીજા વિશ્વયુદ્ધ પછી ઇટાલીમાં ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું ત્યારે તે ચર્ચામાં આવી હતી.
હોલીવુડ સિનેમાના સુવર્ણ યુગનો ભાગ બનનાર છેલ્લી પાંચ આંતરરાષ્ટÙીય કલાકારોમાંની એક જીના લોલોબ્રિગીડા હતી. તે ૫૦ અને ૬૦ ના દાયકામાં યુરોપિયન સિનેમાની સૌથી મોટી સ્ટાર્સમાંની એક હતી. જીના લોલોબ્રિગીડાને ફિલ્મ જગત સાથે દૂરથી પણ કોઈ કનેક્શન નહોતું, તેમ છતાં તે વિશ્વભરમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ રહી. જીના લોલોબ્રિગીડાના માતા-પિતાનો ફર્નિચરનો વ્યવસાય હતો. પરંતુ કૌટુંબિક વ્યવસાયમાં જાડાવાને બદલે જીના લોલોબ્રિગીડાએ શોબિઝની દુનિયામાં આવવાનું નક્કી કર્યું.
તેણીએ સૌંદર્ય સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કર્યું. આ સાથે જીના લોલોબ્રિગીડાએ ઇટાલિયન ફિલ્મોમાં નાની ભૂમિકાઓ ભજવવાનું શરૂ કર્યું. જીના લોલોબ્રિગીડાનું ઉપનામ ‘લોલો’ હતું. બધા તેને આ નામથી બોલાવતા. તમને જાણીને નવાઈ લાગશે કે બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરે જીના લોલોબ્રિગીડાથી પ્રભાવિત થઈને તેનું લોલો ઉપનામ અપનાવ્યું હતું.
જીના લોલોબ્રિગીડાએ ૨૦૧૭માં જ્યારે ખુલાસો કર્યો હતો કે તેણી પર બે વખત જાતીય હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે તેણે હલચલ મચાવી હતી. ‘ધ ટેલિગ્રાફ’માં છપાયેલા અહેવાલ મુજબ જીનાએ જણાવ્યું હતું કે ૧૯ વર્ષની ઉંમરે તેણીનું પહેલીવાર જાતીય શોષણ થયું હતું. પરંતુ બીજી વખત જીના જ્યારે ફિલ્મોમાં કામ કરી રહી હતી અને પરિણીત હતી ત્યારે તેનું યૌન શોષણ થયું હતું. પરંતુ જીના લોલોબ્રિગીડાએ તેના વિશે વધુ વાત કરવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ એવું ચોક્કસપણે કહેવામાં આવ્યું હતું કે તેનું યૌન શોષણ કરનાર એક વ્યÂક્ત વિદેશી હતો અને બીજા ઈટાલીનો હતો. જીનાના કહેવા પ્રમાણે જ્યારે તેની સાથે આવું થયું ત્યારે તેનામાં અવાજ ઉઠાવવાની હિંમત નહોતી.