એક્ટ્રેસને કેરળના મંદિરમાં ન મળી એન્ટ્રી,અભિનેત્રીએ ધાર્મિક ભેદભાવનો આરોપ લગાવ્યો
સાઉથની જાણીતી અભિનેત્રી અમલા પોલને કેરળના એક હિંદુ મંદિરમાં પ્રવેશવા દેવામાં આવી ન હતી. તે જ સમયે, અભિનેત્રીએ આરોપ લગાવ્યો છે કે “ધાર્મિક ભેદભાવ” ને કારણે તેને કેરળના એર્નાકુલમમાં તિરુવૈરાનીકુલમ મહાદેવ મંદિરમાં પ્રવેશતા અધિકારીઓ દ્વારા અટકાવવામાં આવી હતી.
અમલા પોલ મંદિરમાં ગયા હતા પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે મંદિરના સત્તાવાળાઓએ રિવાજાનો હવાલો આપીને કહ્યું કે આ મંદિરમાં માત્ર હિન્દુઓને જ પ્રવેશ આપવામાં આવે છે અને તેમને દર્શન કરતા અટકાવી દીધા હતા. અભિનેત્રીએ બાદમાં દાવો કર્યો હતો કે તેણીને મંદિરની સામેના રસ્તા પરથી દેવીની એક ઝલક લેવા માટે મજબૂર કરીને દર્શન આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો.
અમાલા પોલે મંદિરના મુલાકાતીઓના રજિસ્ટરમાં પોતાનો અનુભવ શેર કરતા કહ્યું કે તેણીએ “દેવીને જાયા વિના પણ આત્માનો અનુભવ કર્યો.” અમાલા પોલે મંદિરના મુલાકાતીઓના રજિસ્ટરમાં લખ્યું છે કે, “તે દુઃખદ અને નિરાશાજનક છે કે ધાર્મિક ભેદભાવ ૨૦૨૩માં પણ અÂસ્તત્વમાં છે. હું દેવતાની નજીક ન જઈ શકી પરંતુ દૂરથી ભાવના અનુભવી શકી. મને આશા છે કે ટૂંક સમયમાં જ ધાર્મિક ભેદભાવ બદલાશે.બધા સાથે સમાન વ્યવહાર કરીશું, ધર્મના આધારે નહીં.
બીજી તરફ, તિરુવૈરાનીકુલમ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા સંચાલિત મંદિર પ્રશાસન આ ઘટના સામે આવ્યા બાદથી શંકાના દાયરામાં છે. ન્યૂઝ ૧૮ મલયાલમના એક અહેવાલ અનુસાર, મંદિરના સત્તાવાળાઓએ કહ્યું કે તેઓ ફક્ત હાલના પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છે. ટ્રસ્ટના સેક્રેટરી પ્રસૂન કુમારે જણાવ્યું હતું કે, “અન્ય ઘણા ધર્મોના ભક્તો મંદિરમાં દર્શન કરવા આવ્યા છે, પરંતુ આ વાત કોઈને ખબર નથી. જા કે, જ્યારે કોઈ સેલિબ્રિટી આવે છે ત્યારે તે વિવાદાસ્પદ બની જાય છે.”