રાષ્ટ્રીય

સરકારી કર્મચારીના મૃત્યુ બાદ દત્તક લીધેલું બાળક ફેમિલી પેન્શન મેળવવા માટે હકદાર નથીઃ સુપ્રીમ કોર્ટનો મહત્વનો નિર્ણય

સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સરકારી કર્મચારીની વિધવા દ્વારા તેના પતિના મૃત્યુ પછી દત્તક લીધેલું બાળક ફેમિલી પેન્શનનો હકદાર નહીં હોય. સર્વોચ્ચ અદાલતે આ સમયગાળા દરમિયાન હિન્દુ દત્તક અને જાળવણી અધિનિયમ, ૧૯૫૬ નો ઉલ્લેખ કર્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે કાયદાની કલમ ૮ અને ૧૨ હિંદુ મહિલા, જે સગીર નથી અથવા સ્વસ્થ મનની નથી, તેને પોતાના અધિકારમાં પુત્ર અથવા પુત્રીને દત્તક લેવાની મંજૂરી આપે છે.

કોર્ટે નોંધ્યું હતું કે આ કાયદો જાગવાઈ કરે છે કે એક હિંદુ મહિલા જેનો પતિ પણ છે તે તેના પતિની સ્પષ્ટ સંમતિ વિના બાળકને દત્તક લઈ શકતી નથી. જા કે, હિન્દુ વિધવાના મહિલાના સંદર્ભમાં આવી કોઇ શરત લાગૂ નથી પડતી. આ ઉપરાંત આવી કોઈ પૂર્વશરત છૂટાછેડા લીધેલી હિન્દુ વિધવા અથવા હિન્દુ †ી કે જેના પતિએ લગ્ન પછી આખરે સંસારનો ત્યાગ કર્યો હોય અથવા જેને સક્ષમ અદાલતે અસ્વસ્થ મનની હોવાનું જાહેર કર્યું હોય તેના સંબંધમાં આવી કોઈ પૂર્વશરત લાગુ પડતી નથી.
જÂસ્ટસ કેએમ જાસેફ અને બીવી નાગરત્નાની બેન્ચે ૩૦ નવેમ્બર, ૨૦૧૫ના બોમ્બે હાઈકોર્ટના આદેશને સમર્થન આપ્યું હતું. તેમાં એવું રાખવામાં આવ્યું હતું કે દત્તક લીધેલું બાળક સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) નિયમો, ૧૯૭૨ (પેન્શન) ના નિયમ ૫૪(૧૪) હેઠળ કૌટુંબિક પેન્શન મેળવવા માટે હકદાર રહેશે નહીં. ખંડપીઠે કહ્યું કે તે જરૂરી છે કે કૌટુંબિક પેન્શનના લાભનો વ્યાપ માત્ર તેમના જીવનકાળ દરમિયાન સરકારી કર્મચારી દ્વારા કાયદેસર રીતે દત્તક લીધેલા પુત્રો અને પુત્રીઓ સુધી જ મર્યાિદત હોય.
ખંડપીઠે અવલોકન કર્યું હતું કે, “આ જાગવાઈ એટલી વ્યાપક હોઈ શકે નહીં જેટલી અપીલકર્તા (રામ શ્રીધર ચિમુરકર) માટે વિદ્વાન વકીલ દ્વારા સૂચવવામાં આવી છે. સરકાર દ્વારા કાયદેસર રીતે દત્તક લીધેલા પુત્રો કે પુત્રીઓ સુધી કુટુંબ પેન્શનના લાભનો વ્યાપ વિસ્તરવો જાઈએ તે જરૂરી છે. તેમના જીવનકાળ દરમિયાન નોકર દરમીયા દતક બાળકને લાભ મળે તે યોગ્ય છે, પરંતુ વિધવા પાછળથી બાળક દતક લે તો તેને સરકારી લાભ નહીં મળે”

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *