ભારત સરકારે છેલ્લા ૭ વર્ષમાં ૫૫ હજારથી પણ વધુ વેબસાઈટ બ્લોક કરી
ભારત સરકારે ૨૦૧૫થી ૨૦૨૨ ની વચ્ચે હજારો વેબસાઇટ્સ અને પોસ્ટ્સ પર તવાઈ બોલાવી છે. ત્યારે આ સાત વર્ષના સમયગાળા દરમિયાન ૫૫,૫૮૦ વેબસાઇટ્સને બ્લોક કરી દીધી છે, તેમજ કેટલી પોસ્ટ પણ ડિલિટ કરી દેવામાં આવી છે. પોસ્ટને બ્લોક કરવામાં આવી હતી, સોફ્ટવેર ફ્રીડમ લો સેન્ટર અથવા જીહ્લન્ઝ્ર અનુસાર આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. પોર્નોગ્રાફી સહિત જાતીય સતામણી કરતી અનેક સોશિયલ મીડિયા સાઈટને બંધ કરી દીધી છે. આ સાથે કેટલીક મોબાઈલ એપ્સ પણ બંધ કરી દેવામાં આવી છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ૭ વર્ષ દરમિયાન ભારત સરકારે ૫૫,૫૮૦ વેબસાઈટ, સોશિયલ મીડિયા પોસ્ટ અને એકાઉન્ટ બ્લોક કર્યા છે. મોટાભાગની વેબસાઈટ આઈટી એક્ટની કલમ ૬૯છ હેઠળ બંધ કરવામાં આવી છે. જેમાં આઇટી એક્ટની કલમ ૬૯છ હેઠળ ૨૬,૪૭૪ ેંઇન્ (૪૭.૬ ટકા) બ્લોક કરવામાં આવ્યા હતા. જ્યારે ૪૬.૮ ટકા વેબસાઈટ કોપીરાઈટ ઉલ્લંઘન અને અન્ય મામલાઓમાં બંધ કરવામાં આવી છે. પોર્નોગ્રાફી અને બાળ જાતીય શોષણને કારણે અન્ય વેબસાઇટ્સ બંધ કરવામાં આવી હતી.
છેલ્લા બે વર્ષમાં ૨૭૪ મોબાઈલ એપ્સ પણ બંધ કરી છે. આ એપ્સ પણ આઇટીની કલમ ૬૯છ હેઠળ બંધ કરવામાં આવી હતી. આ એપ્સને બ્લોક કરવા પાછળનું કારણ એ હતું કે તેઓ યુઝર્સના ડેટાની ચોરી કરીને તેને દેશની બહારના સર્વર પર મોકલતા હતા. આ વેબસાઇટ્સને બ્લોક કરવા માટેનું ત્રીજું મોટું કારણ ઝ્રજીછસ્ અથવા બાળ જાતીય શોષણ સામગ્રી અને પોર્નોગ્રાફી છે. તેના આધારે ૨૦૧૫ થી ૨૦૨૨ વચ્ચે ૧૦૬૫ વેબસાઈટ બ્લોક કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે કલમ ૬૯છ હેઠળ ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા, સંરક્ષણ, રાજ્યની સુરક્ષા, વિદેશી રાજ્યો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો, જાહેર વ્યવસ્થાને ખલેલ પહોંચાડતી એપ્સ અથવા વેબસાઇટ્સને બ્લોક કરવામાં આવે છે.માનહાનિ, જાહેર અવ્યવસ્થા, કાયદો અને વ્યવસ્થા તેમજ અદાલતની અવમાનના જેવી અનેક બાબતોને કારણે ભારતમાં વેબસાઇટ્સ પણ બ્લોક કરવામાં આવી છે.