આંતરરાષ્ટ્રીયગુજરાતરાષ્ટ્રીય

ટ્રમ્પને બોલાવવાનું મોદીનું સપનું તૂટ્યુઃ 2019ની સમિટમાં અમેરિકા બિઝનેસ પાર્ટનર પણ નહીં રહે

ગાંધીનગરઃ

વાઈબ્રન્ટ ગુજરાત સમિટની (વીજીએસ) 2019ની આવૃત્તિમાં અમેરિકા બિઝનેસ પાર્ટનર નહીં રહે. અમેરિકન સરકારે આ અંગેનો સત્તાવાર નિર્ણય જાહેર કર્યો છે. આ સાથે જ 2019ની વાઈબ્રન્ટ સમિટમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને બોલાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે. આનો અર્થ એ થયો કે આ વખતે યુએસના વીવીઆઈપી મહાનુભાવો પણ વાઈબ્રન્ટ સમિટમાં હાજર નહીં રહે અને હવે આ સંજોગોમાં યુએસના બિઝનેસ ડેટિગેટ્સ અને રાજદૂતથી જ કામ ચલાવવું પડશે. જો કે, આ માટેના કારણોની હજી સુધી અમેરિકા તરફથી કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x