ગાંધીનગર

વ્યાપારીઓને ખુશ કરવા સરકારે કર્યો નિર્ણય: હવે શોપ લાયસન્સ રીન્યુ કરાવવાની ઝંઝટ ખતમ

ગાંધીનગર :
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એકટ – ગુમાસ્તા ધારા અન્વયેના એકમો માટે ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસનો અભિગમ અપનાવતાં એક મહત્વપૂર્ણ સૈધ્ધાંતિક ઐતિહાસિક નિર્ણય કર્યો છે. વ્યાપારીઓ ને ખુશ કરવા માટે હવે રાજ્ય સરકારે શોપ લાયસન્સ માટે વન ટાઈમ ફી લેવાનું નક્કી કરીને વર્ષે, બે વર્ષે કે ત્રણ વર્ષે નગરપાલિકામાં થી લાયસન્સ રિન્યુઅલ કરાવવાના નિયમ માં મહત્વનો ફેરફાર કર્યો છે. સરકારે પેટ્રોલ પંપ ધારકોને લાયસન્સ રિન્યુઅલમાંથી મુકિત આપવાના કરેલા નિર્ણય બાદ આ વધુ એક સૈધ્ધાંતિક નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એકટ અન્વયે નોંધાયેલા વિવિધ એકમોને હવેથી દર વર્ષે લાયસન્સ પરવાનગી રિન્યુઅલ કરવાને બદલે વન ટાઇમ ફી ભરીને પરવાનગી ચાલુ રાખી શકવાની સરળતા થઇ છે. ઇન્સ્પેકટર રાજમાંથી મુકિત અપાવતા આ સૈધ્ધાંતિક નિર્ણય અનુસાર હવેથી જે વન ટાઇમ ફી ના ધોરણો નિયત કરવામાં આવ્યા છે તેમાં ૧૦ કરતાં વધુ કર્મચારીઓ ધરાવતાં વાણિજ્યીક એકમ માટે રૂ. પ૦૦, ૧૦ કરતાં ઓછા કર્મચારીઓ હોય તેવા એકમો માટે રૂ. રપ૦, ૧૦ કે તેથી વધુ કામદારો-કારીગરો ધરાવતી દુકાનો માટે વન ટાઇમ ફી રૂ. પ૦૦ તથા ૧૦ થી ઓછી કામદાર-કારીગર સંખ્યા ધરાવતી દુકાનો માટે રૂ. ૨પ૦ની ફી રાખવાનું સૂચવાયું છે.
વન ટાઇમ ફી ના આ ધોરણોમાં રેસીડેન્શયલ હોટેલ્સ માટે રૂ. રપ૦૦, રેસ્ટોરન્ટ અને ખાન-પાન ગૃહો માટે રૂ. ૧૦૦૦, સિનેમાગૃહો તેમજ જનતા જનાર્દનના જાહેર મનોરંજન માટેના સ્થળો માટે રૂ. પ હજાર તેમજ જે એસ્ટાબ્લીશમેન્ટમાં કોઇ કર્મચારી ન હોય તેમને વન ટાઇમ ફી તરીકે રૂ. રપ૦ ભરવાના રહેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x