દહેગામમાં ગાયના માલિક સામે ગુનો નોંધી કોર્ટે સેન્ટ્રલ જેલમાં હુકમ કર્યો.
ગુજરાત રાજ્યમાં જાહેર માર્ગો પર અને જાહેર રસ્તાઓ પર પશુપાલકો દૂધ દોહીને પશુપાલક માલિકો છૂટાં મુકી દેતા કેટલાક નિર્દોષ રાહદારીઓ અને કેટલાક વાહન ચાલકોએ જીવ ગુમાવ્યા છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટે કડક વલણ અપનાવી ગુજરાત સરકારને વારંવાર ટકોર કરી જવાબદાર ઠેરવી છે. તેમ છતાં સરકાર આંખ આડા કાન કરી રહી છે. અને રખડતી ગાયોનાં મામલે જેતે જિલ્લામાં રખડતી ગાયો અથવા પાલતું ગાયો કોઇ નિર્દોષોને ઇજાગ્રસ્ત અથવા મોતને ઘાટ ઉતારી દે તો જે તે જીલ્લા કલેકટરને જવાબદાર ગણાવ્યા છે. તેમજ માલિક સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવા કોર્ટે આદેશ કર્યો છે. આ મામલે દહેગામમાં પ૬. વર્ષિય ભૂતેશ્વરી ગામની મહિલા મધુબેન બેચરભાઇ સોનારા રસ્તા પર જઇ રહ્યા હતા. ત્યારે ગાયે અડફેટમાં લેતાં માથામાં ગંભીર ઇજા પહોંચતાં રોડ પર પટકાયા હતા અને સ્થળ પર લોહી લુહાણ હાલતમાં દમ તોડયો હતો. આ મામલે ગાયના માલિક મેલાભાઇ ભલાભાઇ રબારી અને દહેગામ નગરપાલિકાના જવાબદાર અધિકારી. કર્મચારી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં પોલીસે ગાયના માલિક આરોપી મેલાભાઇ રબારી મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે કડક વલણ અપનાવી કસૂરવાર માલધારી પશુપાલક મેલાભાઇ રબારીની જામીન અરજી નામંજૂર કરી સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલી આપવાનો હુકમ કરવામાં આવ્યો હતો. તેમ છતાં દહેગામ નગરપાલિકાનું જવાબદાર તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં પોઢી રહ્યુ છે. કે હજુ રખડતી ગાયો બીજા નિર્દોષના જીવ લેવાની તંત્ર રાહ જોઇ રહ્યું છે કે શું..?? તેવા સવાલ જનતાનાં મુખે ચર્ચાય રહ્યા છે.