કડી સર્વ વિશ્વ વિદ્યાલયના NSS વિભાગ અને ગુજરાત રોડ સેફ્ટી આથોરિટીના સંયુક્ત ઉપક્રમે ‘ટ્રાફિક અવેરનેસ અને રોડ સેફટી’ બાબતે શ્રેણીબદ્ધ વર્કશોપનું આયોજન
કડી સર્વ વિશ્વવિદ્યાલયના એન.એસ.એસ વિભાગ દ્વારા ટ્રાફિક અવેરનેસ અને રોડ સેફટી બાબતે જાગૃતિ ફેલાવવા અંગે એક સિરીઝ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુનિવર્સિટીની ચાર કોલેજ માટે અલગ-અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના ચીફ એન્ફોર્સમેન્ટ ઓફિસર એન.કે સોલંકી તેમજ રિજનલ એન્ફોર્સમેન્ટ ઓફિસર યુ.કે પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ વિદ્યાર્થીઓને ઉપરોક્ત વિષય પર વિડીયો તેમજ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સાથે માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં સંસ્થાની ચાર કોલેજના આઠ વિદ્યાર્થીઓને વિ-હમ સોશિયલ સેલ્ફ ગ્રુપના ફાઉન્ડર પારૂલબેન શર્માના હસ્તે હેલ્મેટ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. હેલ્મેટ પહેરવા અને નિયમોનું પાલન કરવા પોતે પણ જાગૃત બનશે અને બીજાને પણ બનાવશે તે અંગે તેમને સન્માનિત કરાયા હતા. જ્યારે કુલ ૪૫ વિદ્યાર્થીઓને બુક આપી ટ્રાફિકના નિયમોની સમજ અન્ય સુધી પહોંચાડવા ઉત્સાહિત કર્યા હતા જેમાં તેઓએ જણાવ્યું હતું કે,રાજ્યમાં ટ્રાફિકની સમસ્યા તેમજ વાહન ચાલકોની બેદરકારી અને ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવાને કારણે સમસ્યાઓ સર્જાઇ રહી છે અને જેનો ભોગ નિર્દોષ લોકો પણ બની શકે છે રોંગ સાઈડ વાહન ચલાવનારા, મોબાઈલનો ઉપયોગ વાહન ચલાવતી વખતે કરવો, ટ્રાફિક સિગ્નલ નો ભંગ, હેલ્મેટ સીટ બેલ્ટ, બ્લેક ફિલ્મ ઇન્સ્યોરન્સ કે ડ્રાઇવિંગ લાઇસન્સ વગર વાહન ચલાવનારાના કારણે ઘણીવાર અઘટિત હોનારતો સર્જાતી હોય છે ત્યારે આવા બનાવો અટકાવવા એ આપણી સામાજિક જવાબદારી છે. જેના ભાગરૂપે ઉપરોક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અશ્વિનભાઇ એ પટેલ કોમર્સ કોલેજ, બી.પી કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, બી પી કોલેજ ઓફ કોમ્પ્યુટર સ્ટડીઝ તથા એસવી ઇન્સ્ટિટયૂટ ઓફ કોમ્પ્યુટર સ્ટડીઝ તેમજ એમ એમ પટેલ સાયન્સ કોલેજના કુલ ૨૮૦૦ વિદ્યાર્થીઓ અલગ અલગ સમય અને દિવસે ઉપરોક્ત કાર્યક્રમમાં જોડાયા હતા. સમાજને જાગૃત કરવા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી ત્યારબાદ વિદ્યાર્થીઓએ તેમના અભિપ્રાય માં જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમોથી લોકજાગૃતિનું ઉત્કૃષ્ટ કાર્ય થશે જે સમાજની સુરક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. કાર્યક્રમમાં મુક્તાનંદ શિક્ષણ કેન્દ્રના ગીતાબેન મહેતા ઉપસ્થિત રહ્યા હતા.
કડી સર્વ વિશ્વવિદ્યાલયના પ્રેસિડન્ટ માનનીય વલ્લભભાઈ એમ.પટેલ સાહેબ માર્ગદર્શન હેઠળ કડી સર્વ વિશ્વવિદ્યાલયના એન.એસ.એસ વિભાગના કો-ઓર્ડીનેટર ડો.રણછોડ રથવી સાહેબ પ્રો.અંજલી પટેલ દ્વારા કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. બી.કોમ કોલેજના પ્રિન્સિપાલ ડો. વિજ્ઞા ઓઝા બી.બી.એ કોલેજના પ્રિન્સિપાલ ડો.રમાકાંત પૃષ્ટિ ,બી.સી.એ અને એમ.સી.એના ડાયરેક્ટર ડો. રૂપેશ વ્યાસ, સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડો.કેયુરભાઈ શાહ તથા બી.બી.એ કોલેજના એન.એસ.એસના પ્રોગ્રામ ઓફિસર ધર્મેન્દ્રસિંહ રાઠોડ, સાયન્સ કોલેજના એન.એસ.એસના પ્રોગ્રામ ઓફિસર હરેશભાઈ વણાર તેમજ એન.એસ.એસ.ના સ્વયંસેવકો અને સંસ્થાના પરિવારના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.