ગુજરાત

વિજયનગર કાલવણ ખાતે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ, SBCC અને નિક્ષય પોષણ સહાય વિતરણનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો.

સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ શાહની ઉપસ્થિતિમાં કાલવણ વસાહત પ્રાથમિક શાળા ખાતે જિલ્લાકક્ષાનો કૃમિ ગોળી વિતરણનો કાર્યક્રમ અને SBCC (સામાજિક અને વર્તણૂક પરિવર્તન સંચાર) અને નિક્ષય પોષણ સહાય એમ ત્રિવિધ કાર્યક્ર્મ યોજાયા હતા. સાબરકાંઠા જિલ્લા દ્રારા સામાજિક અને વર્તણૂક પરિવર્તન સંચાર કાર્યક્ર્મ દ્રારા માતા અને બાળકોમાં પોષણ સ્તર સુધારવા માટે ખાસ પહેલ કરવામાં આવી છે.

માતૃ શિશુ અને બાળકોના પોષણ વિશે સામાજિક અને વર્તન પરિવર્તન સંચાર અંગે છેવાડાના વિજયનગર તાલુકાના કાલવણ વસાહત પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સગર્ભા ધાત્રી માતા ગ્રામજનો અને શાળાના બાળકોને સંબોધતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિપેશ શાહે જણાવ્યું હતું કે સ્ત્રી મહિલાએ કુટુંબનો મુખ્ય આધાર છે. તે માતા, દીકરી, પત્ની સ્વરૂપે કુટુંબમાં મહત્વની ભૂમિકા ભજવે છે તેની વર્તણુક કાર્ય કુટુંબની કાયાપલટમાં ચોક્કસ ભૂમિકા અદા કરે છે. બાળકોના ઉછેર, સંસ્કાર સિંચન, શિક્ષણ, વ્યક્તિ ઘડતરનું ધ્યાન રાખે છે આ આપણી ભારતીય સંસ્કૃતિનો ભાગ છે. પરંતુ તે ઘરકામ કુટુંબ વ્યવસ્થામાં પોતાના પોષણનું ધ્યાન ક્યાંક ચૂકી જાય છે પરંતુ ધાત્રી સગર્ભા માતાઓએ પોતાનું પોષણ અને આવનાર બાળકના ભવિષ્ય માટે પોષણયુક્ત આહાર લેવું અતિ આવશ્યક છે. રાજ્ય સરકાર દ્વારા માતા અને બાળકની તંદુરસ્તી માટે પોષણ કીટમાં કઠોળ, મગ, ખજૂર જેવી વસ્તુઓ આપી છે. તે પોતે ખાય તે ઇચ્છનીય આવશ્યક છે તેમણે આપેલી વસ્તુ બીજાને ન ખવડાવે પોતે ખાય તેવો આજે સંકલ્પ કરે. પોતાની સંભાળ રાખવાની બાબતો ઉપર ભાર મૂક્યો હતો. બાળક કુપોષિત હશે તો શાળામાં આંગણવાડીમાં ખૂણામાં બેસી રહે છે રમત ગમતમાં અભ્યાસમાં ભાગ બરાબર લઈ શકશે નહીં. મનોમન પીડાશે. બાળકો કુપોષિત હોય તો સીએમટીસી કેન્દ્રમાં અપાતો તો ખોરાક અને યોજનાકીય લાભ ઉઠાવો અને આડોસ-પડોશ ગામના લોકોને આરોગ્ય સુવિધા, આંગણવાડીમાં આપવામાં આવતા ભોજન, નાસ્તો અને સરકારી સેવા લેવા સંકલ્પબધ્ધ બનાવી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x