ગુજરાતમાં ગત એક વર્ષમાં દારૂ કરતા વધુ ડ્રગ્સ પકડાયું
ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં જેટલુ ડ્રગ્સ પકડાયું છે તેટલો તો ૫૦ વર્ષમાં ગેરકાયદેસર દારૂ પણ પકડાયો નથી. આ જાણકારી ગાંધીનગર ખાતે રાષ્ટÙીર્ય કક્ષા વિશ્ર્વવિધાલયમાં ગુજરાતમાં સમુદ્રી સુરક્ષા મુદે આયોજીત ચર્ચામાં કોસ્ટલ પોલીસના ડેપ્યુટી ઈન્સ્પેકટર જનરલ નિલેશ જાજડિયાએ આપી હતી.
તેમણે જણાવ્યું કે, આવુ પહેલી વખત બન્યું છે કે અમારી પોલીસે દરિયાકિનારે છોડીને પાણીમાં પ્રવેશ કર્યે તેમજ એન્ટી ટેરેરીસ્ટ સ્કવોડ તથા અન્ય એજન્સીઓ સાથે મોટી માત્રામાં ડ્રગ્સ પકડયું છેલ્લા એક વર્ષમાં ગુજરાત પોલીસ અને અન્ય એજન્સીઓએ મળીને સૌથી વધુ ડ્રગ્સ પકડયું છે જે મોટી ઉપલબ્ધી છે. તેમણે કહ્યું કે, સમુદ્રી સુરક્ષાનું મહત્વ દેશની સુરક્ષા સાથે છે. ભારતમાં ગુજરાત જ એવું રાય છે જેની જમીન અને હરિયાઈ સરહદ પાકિસ્તાન સાથે જાડાયેલી છે. દરિયાઈ સુરક્ષા રાય સાથે જ નહીં પરંતુ દેશ સાથે પણ જાડાયેલ છે. ૨૬–૧૧ના હુમલા બાદ સરકારે દરિયાઈ સરહદને વધુ મહત્વ આપ્યું છે. કોસ્ટલ પોલીસની ભૂમિકા દેશના નાગરિક અને નૌકાદળ વચ્ચે મહત્વની કડી છે. તેમણે જણાવ્યું કે, ભારતીય બંધારણિય પ્રણાલીમાં ફેરફાર બાદ કોઈપણ વોરટં વગર દરિયાઈ બોટની તપાસ માટેનો અધિકાર મળ્યો છે.