ગુજરાત

કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે સંગીત સમારોહ યોજાયો

‘’આઝાદી કા અમૃત મહોત્સવ’’ અંતર્ગત ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર, પાટણના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિરાસત રાણીની વાવ ઉત્સવ-2023નું આયોજન કરવામાં આવ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જે પાછળનો મુખ્ય ઉદેશ્ય આજના યુવાઓને ભારતીય સંસ્કૃતિ અને લોકકલાઓથી વાકેફ કરવાનો છે.ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામો ખાતે ઉત્સવોનું આયોજન થતુ હોય છે. જે અન્વયે પાટણ જિલ્લાની આન,બાન અને શાન એવી વિશ્વ વિરાસત રાણીની વાવ ખાતે બે દિવસીય સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ગઈકાલે ગાયિકા ઈશાની દવેએ પાટણની રાણકી વાવમાં રમઝટ બોલાવી દીધી હતી. જ્યારે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં આયોજીત આજના કાર્યક્રમમાં ગાયક રાજભા ગઢવીએ જોરદાર જમાવટ કરી હતી. પાટણવાસીઓ આજે રાજભા ગઢવીના તાલે ઝુમી ઉઠ્યા હતા. રાજભા ગઢવી સાથે ગાયક ખ્યાતિબેન નાયક અને નવઘણસિંહ વાઘેલા પણ જોડાયા હતા.

આજરોજ ઐતિહાસીક નગરી પાટણનો 1277મો સ્થાપના દિવસ છે. ત્યારે આજરોજ પાટણના સ્થાપના દિવસે મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતની વિશેષ ઉપસ્થિતીમાં આયોજીત આ કાર્યક્રમમાં લોક સાહિત્યકાર અને કલાકારવૃંદ રાજભા ગઢવીએ પોતાના તાલે રાણકી વાવને રંગી દીધી હતી. લીલીછમ હરીયાળી વચ્ચે રાણકી વાવની સુંદરતા અને એમાંય રાજભા ગઢવીના સુપ્રસિદ્ધ ગીતો…! રાણકી વાવની સુંદરતામાં આજે ચાર ચાંદ લાગી ગયા હતા. રાણકી વાવનો આજે જાણે ખરા અર્થમાં સુરોથી શણગાર થયો હોય તેવું લાગી રહ્યું હતુ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *