ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા વડનગર ખાતે ‘કાવ્ય કળશ’નું આયોજન કરાયું
સ્વદેશ દર્શન યોજના હેઠળ વડનગરમાં અનેક વિકાસના કામો થઈ રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે ઐતિહાસિક સામાજિક અને સાંસ્કૃતિક નગરી વડનગર ઉર્જા નું કેન્દ્ર બન્યુ છે રાષ્ટ્રીય કવિઓના જાજરમાન કવિ સંમેલન માં વિશ્વવિખ્યાત કવિ ડોક્ટર કુમાર વિશ્વાસે જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષથી રાષ્ટ્રનું નેતૃત્વ કરવા વાળા વડનગર શહેરને હું પ્રણામ કરું છું. તાના-રીરી જેવી મહાન સંગીતજ્ઞ બહેનોનીભૂમિ માં હું તીર્થ કરવા આવ્યો છું.
ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા પૌરાણિક નગરી વડનગર ખાતે “કાવ્ય કળશ”નું આયોજન તાના-રીરી ગાર્ડન ખાતે કરવામાં આવ્યું હતું .આ પ્રસંગે પ્રવાસનમંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના આયોજનબદ્ધ પ્રયાસો થી પ્રયટકો ની પસંદગીમાં ગુજરાતે અગ્રીમ સ્થાન મેળવ્યું છે. મંત્રીએ જણાવ્યું કે, ગુજરાતે અતિથિ દેવો ભવની ભાવના સ્વીકારી છે, જેના પગલે પ્રવાસીઓ માટે ગુજરાત સ્વર્ગ બન્યું છે. તેમણે ઉમેર્યું હતું કે ઐતિહાસિક નગરી વડનગર આજે સરકારના પ્રયાસો થી વિકાસ નગર બન્યું છે.
રાષ્ટ્રીય કવિઓના જાજરમાન કવિ સંમેલનમાં વિશ્વ વિખ્યાત ડો કુમાર વિશ્વાસ,રમેશ મુસ્કાન,દિનેશ બાવરા,સુદીપ ભોલા,ગોવિંદ રાઠી, કવિયત્રીડો સુમન દુબે અને કવિયત્રી કવિતા તિવારી સહિતના કવિઓ એ કવિતાઓની હેલી વરસાવી વડનગરની જનતાને સાહિત્યના રસમાં તરબોળ કર્યા હતા. કાર્યક્રમની પુર્ણાહુતી સુધી વડનગર વાસીઓ એ સાહિત્યનુ રસપાન કર્યું હતું કવિઓએ કવિતાની સુરાવલી રજૂ કરી હતી. વડનગર તાનારીરી ગાર્ડન ખાતે યોજાયેલ હિન્દી કવિઓનું કવિ સંમેલન અદભુત સફળતા સાથે પૂર્ણ થયું હતું.