મનોરંજન

એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ તુર્કી-સીરિયાના ભૂકંપ પીડિતો માટે મદદની વિનંતી કરી

તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપ બાદથી જ બંને દેશોમાં તબાહી મચેલી છે. આ ભૂકંપમાં અત્યાર સુધી ૩૬ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, તો અમુક હજુ પણ કાટમાળમાં ફસાયેલા છે. નાગરિકોને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને દરમિયાન સમગ્ર દુનિયાની નજર તુર્કી અને સીરિયાના લોકો પર છે. કુદરતની આ ઘટનાથી થયેલી તબાહીને જાઈ રૂંવાડા ઊભા થઈ જાય છે જેની મુદ્દે એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ પણ દુઃખ વ્યક્ત કરી મદદની અપીલ કરી છે.

પ્રિયંકા ચોપરાએ ઈન્સ્ટાગ્રામ પર તુર્કી અને સીરિયામાં ચાલી રહેલા રેસ્ક્યુ ઓપરેશન દરમિયાનનો વીડિયો શેર કર્યો છે. આ સિવાય અમુક તસવીરો પણ શેર કરી છે, જેમાં લોકોની લાચારી સ્પષ્ટ જાવા મળી રહી છે. એક વીડિયોમાં રેસ્ક્યુ ટીમ કાટમાળમાં દબાયેલા માસૂમ જીવને બહાર કાઢવાનો પ્રયત્ન કરતી જાવા મળી રહી છે. તો બીજામાં એક પિતા પોતાના બાળકને બચાવવા માટે પથ્થર તોડતા જાવા મળી રહ્યા છે. આ રીતે દરેક બાજુ કાટમાળ ફેરવાયેલી બિÂલ્ડંગ જાવા મળી રહી છે.
આ પોસ્ટને શેર કરતા પ્રિયંકા ચોપરાએ લખ્યુ, એક અઠવાડિયા બાદ પણ વિનાશકારી ભૂકંપથી તુર્કી અને સીરિયાના લોકોનો દર્દ અને પીડા ચાલુ છે. રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલુ છે જેના કારણે અમુક આશા ભરેલા પળ આવ્યા, જ્યાં એક ૩ મહિનાના બાળકને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યુ. એવા ઘણા બધા લોકો છે જે હજુ પણ ફસાયેલા છે, રાહ જાઈ રહ્યા છે અને બચવાની આશા કરી રહ્યા છે. તેમનો પરિવાર કોઈ ચમત્કારની પ્રાર્થના કરી રહ્યો છે. આ દિલ તોડનારુ છે. કુદરતનો પ્રકોપ કોઈને છોડતો નથી પરંતુ આપણે સૌ મદદ કરી શકીએ છીએ. જમીની સ્તરે કામ કરી રહેલા સંગઠનોની વિગતો મારી હાઈલાઈટ્‌સમાં છે. મને આશા છે કે તમે જે રીતે શક્ય હોય તે રીતે મદદ કરશો.
તુર્કી અને સીરિયામાં ૬ ફેબ્રુઆરીએ આવેલા ભૂકંપે તબાહી મચાવી દીધી હતી. પહેલા ૭.૮ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને આ સાથે ૭.૫ તીવ્રતાના આંચકાએ બંને દેશોમાં તબાહી મચાવી દીધી. આ બંને દેશોમાં અત્યાર સુધી ૩૬ હજાર લોકોના મોત નીપજ્યા છે અને લગભગ ૮૦ હજાર લોકો ઈજાગ્રસ્ત છે જેની સંખ્યા પણ વધી શકે છે. કાટમાળમાં ફસાયેલા હજારો લોકોના જીવ બચાવવા માટે હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યુ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *