આકાશ ઈન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતી નિક્કીની લાશ લઈને 35KM ફરતો રહ્યો સાહિલ : કારમાં ઝઘડો થતા મોબાઇલ કેબલથી ટૂંપો દીધો, લાશને ફ્રીજમાં મૂકી
દિલ્હીમાં નિક્કીના મર્ડર કેસમાં હવે મોટો ખુલાસો થયો છે. પોલીસ સૂત્રો ના જણાવ્યા મુજબ, લગ્નની જાણકારી મળતા નિક્કી અને સાહિલ ગહેલોતનો કારમાં ઝઘડો થયો હતો. ત્યારબાદ વાત એટલી વણસી કે સાહિલે મોબાઈલના કેબલથી જ નિક્કીનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. ત્યારબાદ લાશ મિત્રાંવ ગામમાં બનેલા પોતાના ઢાબાના ફ્રીજમાં છૂપાવી દીધી હતી. નિક્કીની લાશને અહીં પાંચ દીવસ સુધી રાખવામાં આવી. સાહિલ નિક્કીની લાશ ઠેકાણે લગાવે તેના પહેલા જ કોઈએ પોલીસને જાણકારી આપી દીધી હતી. પોલીસે આરોપી સાહિલ ગહેલોતની મંગળવારે ધરપકડ કરી હતી. કોર્ટે આરોપીને પાંચ દિવસની રિમાન્ડ પર મોકલી દીધો છે. નિક્કી યાદવની લાશનું પોસ્ટમોર્ટમ થવાનું છે. ડીસીપી ક્રાઇમ બ્રાંચના સતીષ કુમારે કહ્યુ છે કે સાહિલના લગ્ન પરિવારે કોઈ અન્ય સાથે નક્કી કરી દીધા હતા. 10મી ફેબ્રુઆરીએ લગ્ન હતા. આ વાત નિક્કીને 9મી ફેબ્રુઆરીએ ખબર પડી હતી. તે દિવસે બંનેએ ગોવા જવાનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ સાહિલે જવાનો ઈન્કાર કર્યો હતો. બાદમાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. તેના પછી સાંજે સાહિલે નિક્કીને બોલાવી અને બંને કારમાં ફરવા માટે નીકળ્યા હતા. બંને આઈએસબીટી કાશ્મીર ગેટ પાસે પહોંચ્યા હતા. અહીં ફરીથી બંને વચ્ચે ઝઘડો થયો હતો. ગુસ્સામાં આવીને સાહિલે પોતાના મોબાઇલ કેબલથી નિક્કી યાદવનું ગળું દબાવી દીધું હતું.
પોલીસ સૂત્રો મુજબ, તેના પછી સાહિલ નિક્કીની લાશ લઈને દિલ્હીની સડકો પર ફરતો રહ્યો હતો. બાદમાં તે નજગઢ થઈને પોતાના ગામ મિત્રાંવ પહોંચ્યો. આઇએસબીટીથી અહીં સુધીનું અંતર 35 કિલોમીટર છે. સાહિલે લાશને પોતાના ઢાબાના ફ્રીજમાં છૂપાવી દીધી અને તે ઘરે ચાલ્યો ગયો હતો. તેના ઘરવાળાઓના કહેવા પર 10મી ફેબ્રુઆરીએ તેણે અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા. સાહિલ એ સમયે ફસાયો હતો, જ્યારે કોઈએ પોલીસને આની જાણકારી આપી દીધી હતી. પોલીસે સાહિલના ઢાબાના ફ્રીજમાંથી લાશને જપ્ત કરી હતી. સાહિલનું ઢાબું ગામમાં આવેલા તેના ઘરથી 700મીટરના અંતરે છે. સૂત્રો મુજબ લગ્ન બાદ તે લાશને ઠેકાણે લગાવવાનો હતો પરંતુ ઝડપાય ગયો. રિપોર્ટ્સ, પ્રમાણે નિક્કીના પિતા સુનીલની શનિવારે પુત્રી સાથે વાત થઇ ન હતી, તેમણે પુત્રીના દોસ્તને ફોન કર્યો હતો. તેનાથી તેમને જાણકારી મળી કે નિક્કી બિંદાપુરવાળા ઘરે નથી. છેલ્લે તે સાહિલ સાથે જોવા મળી હતી. સુનીલના એક મિત્ર પાસેથી તેમણે સાહિલનો નંબર લીધો હતો. નિક્કીના પિતા સાહિલને ફોન કરીને ત્રણ વિસથી તેમની પુત્રી સાથે સંપર્ક નહીં થયા બાબતે પુછી રહ્યા હતા. સાહિલ બહાનાબાજી કરતો હતો. આખરે તેણે જણાવ્યુ કે તે રજાઓ ગાળવા માટે દહેરાદૂન-મસૂરી ગઇ છે. સાહિલે કહ્યુ હતુ કે તે પોતાના લગ્નમાં વ્યસ્ત છે. ત્યાર બાદ સુનીલે સાહિલના માતાપિતા સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યુ કે સાહિલ બહાર ગયો છે. બાદમાં તેમણે કહ્યુ કે તે નિક્કી બાબતે જાણતા નથી. સુનીલે આ તમામ વાતો ફોનમાં રેકોર્ડ કરી રાખી છે. 22 વર્ષીય નિક્કી હરિયાણાના ઝજ્જરની વતની હતી. તો 24 વર્ષીય સાહિલ નજગઢના મિત્રાંવ ગામનો છે. બંને 2018થી સાઉથ દિલ્હીના ઉત્તમનગરમાં લિવ ઇનમાં રહેતા હતા. નિક્કી-સાહિલની મુલાકાત 2018માં કોચિંગમાં થઈ હતી. સાહિલ સ્કૂલ બાદ જાન્યુઆરી 2018માં ઉત્તમનગરના કેરિયર પોઇન્ટ કોચિંગમાં એસએસસી એક્ઝામની તૈયારી કરવા લાગ્યો. તે વખતે નિક્કી ઉત્તમનગરની આકાશ ઈન્સ્ટિટ્યૂટમાં મેડિકલ એસ એક્ઝામની તૈયારી કરતી હતી. બંને એક જ બસમાં આવન-જાવન કરતા હતા. બંને વચ્ચે મિત્રતા થઈ અને પ્રેમમાં પલટાય હતી. સાહિલે ફેબ્રુઆરી, 2018માં ગ્રેટર નોઈડાની ગલગોલિટાય ગોલેજમાં ડી. ફાર્મામાં એડમિશન લીધું હતું અને નિક્કીએ પણ તે કોલેજમાં બીએ- ઇંગ્લિશ ઓનર્સમાં એડમિશન લીધું હતું. તેના પછી બંને ગ્રેટર નોઇડામાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યા હતા.