ગાંધીનગર

ગાંધીનગરમાં TCS માટે ૨૧મીએ રોજગાર ભરતી મેળો યોજાશે

ગાંધીનગર:

ગાંધીનગર જિલ્લા રોજગાર કચેરી ગાંધીનગર અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ લિમિટેડ ગાંધીનગર ના સંયુક્ત ઉપક્રમે તારીખ ૨૧-ફેબ્રુઆરીના રોજ સવારે ૧૦:૦૦ કલાકે, બલરામ મંદિર પરિસર હોલ સેક્ટર-૧૨ ગાંધીનગર ખાતે રોજગાર ભરતી મેળો યોજાશે. આ ભરતી મેળામાં દેશની પ્રસિદ્ધ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસ લિમિટેડ ભાગ લેશે. જેમાં બી. પી. એસ ટ્રેઈની જગ્યા માટે મોટા પ્રમાણમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ગાંધીનગર જિલ્લાના ઉમેદવારો કે જેમણે B.com, B.A., B.sc. તથા B.B.A જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા માત્ર ફ્રેશર્સ તથા નોન ટેકનીકલ ગ્રેજ્યુએટ ઉમેદવાર અને અંગ્રેજી ભાષામાં પ્રભુત્વ ધરાવતા હોય તેમ જ વર્ષ ૨૦૨૧અને ૨૨માં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હોય તેવા ૧૮ થી ૨૮વર્ષની વય ધરાવતા તમામ ઉમેદવારો ભાગ લઈ શકશે. વધુમાં જણાવવાનું કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ લિમિટેડ દ્વારા એક કલાકની લેખિત પરીક્ષા લેવામાં આવશે. આથી જિલ્લાની ઉપરોક્ત જગ્યા માટેની લાયકાત ધરાવતા ઉમેદવાર મિત્રોને જણાવવાનું કે ભરતી મેળાના સ્થળ પર પોતાની શૈક્ષણિક લાયકાત મુજબ ડોક્યુમેન્ટ અને બાયોડેટા તથા પેડ અને પેન સહિત ઉપસ્થિત રહેવાનું રહેશે. વધુ માહિતી માટે રોજગાર હેલ્પલાઇન નંબર- ૬૩ ૫૭ ૩૯૦૩૯૦પર ફોન કરી, અથવા જિલ્લા રોજગાર કચેરી સી-વીંગ પ્રથમ માળ, સહયોગ સંકુલ સેક્ટર- ૧૧ ગાંધીનગરની રૂબરૂ મુલાકાત લઇ માહિતી મેળવવી શકાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *