માણસા તાલુકાના ખાટા આંબા ગામે ૨૦૭ જેટલા ખેડૂતો હાજર રહી એક દિવસીય ખેડૂત તાલીમ અંતર્ગત માર્ગદર્શન મેળવ્યું
“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી ગાંધીનગર દ્વારા “પ્રાકૃતિક કૃષિ–“બગાયતી ખેતીનું નવું આયમ” થીમ હેઠળ તા.૧૫ ફેબ્રુઆરીના રોજ પ્રજાપતિ વાડી, ખાટા આંબા, તા.માણસા, જિ.ગાંધીનગર ખાતે બાગાયતી ખેતીનું નવું આયામ અંતર્ગત બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ, ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનું મહત્વ, મિશન મધમાખી કાર્યક્ર્મ જેવા વિવિધ વિષયો અંગેની માહિતી ખેડૂત તાલીમ શિબિરમાં આપવામાં આવેલ. જેમાં કુલ ૨૦૭ જેટલા ખેડૂતો હાજર રહી માર્ગદર્શન મેળવ્યું.
આ તાલીમમાં ડૉ. પ્રિયંકા પ્રજાપતિ દ્વારા બાગાયત પાકોમાં પ્રાકૃતિક ખેતી અને બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ અંગેની માહિતી આપવામાં આવી. શ્રી રામાભાઇ શંકરભાઇ પટેલ અને શ્રી આત્મારામ રામાભાઇ પ્રજાપતિ દ્વારા પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને તેની સમજ વિષય માહિતી પૂરી પાડી. શ્રી મૌલિક એ. પટેલ, દ્વારા બાગાયતી પાકોમાં મુલ્યવર્ધન અંગેની જરૂરી માહિતી તથા બાગાયતી પાકોમાં પ્રાકૃતિક ખેતી સાથે સ્વરોજગારી અંગેની માહિતી આપવામાં આવી. આ પ્રોગ્રામ નું આયોજન નાયબ બાગાયત નિયામકશ્રી ડૉ. ફારૂક પંજ સાહેબના માર્ગદર્શન હેઠળ બાગાયત અધિકારીશ્રી, જીલ્લા કક્ષા, ડૉ. પ્રિયંકા પ્રજાપતિ અને બાગાયત મદદનીશ, મૌલિક એ. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.