આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલે આદરજ મોટી ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની મુલાકાત લીઘી
ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ અગ્રવાલ, અધિક નિયામક શ્રી ડો.નીલમ પટેલ (જાહેર આરોગ્ય) ગાંધીનગર જિલ્લાના ગાંધીનગર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આદરજ મોટી ખાતે મુલાકાત લીઘી હતી. મુખ્ય સચિવશ્રી દ્વારા મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન કાર્ડ કાઢવાની અંગેની પ્રક્રિયા ચકાસી ઉપરાંત આયુષ્માન યોજના નો લાભ લીધેલ લાભાર્થીની રૂબરૂ મુલાકાત લઈ લાભાર્થીના પ્રતિભાવો અંગેની માહિતી મેળવી હતી.
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ચાલતા વિવિધ રાષ્ટ્રીય કાર્યક્રમો સરકારી યોજનાઓની જાણકારી મેળવી તેમજ લાભાર્થીને આરોગ્ય લક્ષી સેવાઓ સરળતાથી કેવી રીતે આપવામાં આવે છે, તેની માહિતી મેળવી હતી. આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિભાવવામાં આવતા દવાઓના રજીસ્ટરો ની એન્ટ્રી પણ ઓનલાઇન થવી જોઈએ જેથી આપણે ડિજિટલ યુગ મુજબ વિવિધ સેવાઓ ની માહિતી સરળતાથી મેળવી શકીએ.આ ઉપરાંત આદરજ મોટી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર – ૨ ની મુલાકાત લઈ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા અપાતી વિવિધ સેવાઓની માહિતી પણ મેળવી હતી.