થરા કોલેજ અને હેમ.ઉ. ગુ.યુનિ. પાટણ ના બોર્ડ ઓફ એક્સ્ટ્રામ્યુરલ સ્ટડીઝ અંતર્ગત “કોલેજ કક્ષાની વ્યાખ્યાનમાળા” યોજાઈ
શ્રી કાંકરેજ તાલુકા કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.એ. સુરાણી વિદ્યાસંકુલ અંતર્ગત શ્રીમતી કે.કે. શાહ આર્ટ્સ એન્ડ શ્રીમતી એલ.બી. ગુંજારિયા કોમર્સ કોલેજ,થરા તેમજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ના બોર્ડ ઓફ એક્સ્ટ્રામ્યુરલ સ્ટડીઝ અંતર્ગત “એક દિવસીય કોલેજ કક્ષાની વ્યાખ્યાનમાળા” “ઈ-કોમર્સ એન્ડ ડિઝીટલ ટ્રાન્જેક્શન” પર શ્રીમતી ટી.એસ.આર. કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડૉ.એચ.એસ વિરમગામીના મુખારવિદે યોજાઈ. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ આવકાર પ્રવચન અને સ્વાગત પ્રિન્સિપાલ ડૉ.ડી.એસ. ચારણે કર્યું. અને ડિજિટલ ટ્રાન્જેક્શન ની મહત્તા સમજાવી. ત્યારબાદ કોમર્સ વિભાગના અધ્યક્ષ ડૉ.દેવેન્દ્રસિંહ ડી. ઝાલા એ વક્તા પરિચય કરાવ્યો. અને વક્તા શ્રી એચ.એસ. વિરમગામીએ તેઓની સરલ, તર્કબધ્ધ અને માહિતી પ્રક્ષુર રીતે “E-Commerce and Digital Transaction” પર વિદ્વતા સભર વ્યાખ્યાન આપેલ. આ કાર્યક્રમનું સુચારું સંચાલન અને આભારદર્શન કોમર્સ વિભાગના અધ્યક્ષ ડૉ.દેવેન્દ્રસિંહ ડી. ઝાલાએ કર્યું હતું.