આદર્શ કોલેજ કેમ્પના વિદ્યાર્થી આયર્ન મોદીનું અપહરણ બાદ મોત
જાણવા મળેલી માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લાના પાલનપુર આદર્શ કોલેજ કેમ્પ નો વિદ્યાર્થી આયર્ન મોદીનું કોલેજમાં ચાલતા પ્રેમ પ્રકરણ બાબતે કેટલાક યુવાનોએ કારમાં આવીને બળજબરીપૂર્વક અપહરણ કરીને અજ્ઞાત સ્થળે લઈ ગયા બાદ માર મારી ને બળજબરી પૂર્વક પોતાને ઝેરી દવા પીવડાવવામાં આવી છે તેવું ઘેર આવીને મરનાર યુવકે પરિવારને જણાવ્યું હતું ઘેર આવ્યા બાદ યુવક આયર્ન મોદીની તબિયત વધારે લથડતા કુટુંબીઓ દ્વારા તાત્કાલિક પાલનપુર ની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તબિયત વધારે લથડતા અંતિમ શ્વાસ વખતે લેવાતું મૃત્યુ પહેલાંનું ડાઇન ડેકલેરેશન પાલનપુર પોલીસ વડા દ્વારા ન્યાયાધીશ ની રૂબરૂમાં લેવામાં આવ્યું હતું મરનાર યુવક આયર્નના જણાવ્યા અનુસાર કોલેજના કેટલાક યુવાનોએ ફોન કરીને મને બહાર મળવા બોલાવ્યા બાદ બળજબરીથી કારમાં મારું અપહરણ કરીને મને અજ્ઞાત સ્થળે લઈ જઈ બે રહેમી પૂર્વક માર મારીને મને બળજબરીથી ઝેરી દવા પીવડાવવામાં આવી હતી હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવાનના મૃત્યુ બાદ લાશને સરકારી દવાખાને પીએમ માટે લાવવામાં આવી હતી પોલીસની રૂબરૂમાં તેમજ કુટુંબીઓની રૂબરૂમાં મરનાર યુવાની લાશ નું પોસ્ટમોર્ટમ કરીને વાલી વારસો ને ડેડ બોડી સોંપવાની કાર્યવાહી દરમિયાન આયર્નના પરિવારે જ્યાં સુધી તેમના દીકરાને મારનાર નરાધમો ને પોલીસ નહીં પકડે ત્યાં સુધી પરિવારે પીએમ થયેલી દીકરાની લાશને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો ત્યારબાદ બનાસકાંઠા પોલીસવડા અક્ષય રાજ મકવાણા એ માનવીય અભિગમ અપનાવી મરનારના કુટુંબિયોને હરીયાધારણા આપતા જણાવ્યું હતું કે જ્યાં સુધી તમારા દીકરાના હત્યારાને પોલીસ ગિરફતાર નહીં કરે ત્યાં સુધી અમારી પોલીસ એસ ઓ જી સર્વાઈન સ્કોડ તેમજ એલસીબી પોલીસ જંપીને બેસશે નહીં ત્યારબાદ આયર્ન મોદીના અપહરણકારો ને તાત્કાલિક પકડી પાડવા માટે પોલીસે તમામ પ્રકારના પ્રયત્નો હાથ ધર્યા છે ત્યારે આયર્ન ના અપહરણ કરનાર આરોપીઓ ક્યારે પકડાય છે તે તો આવનારો સમય જ બતાવશે