કેદારનાથ ધામના કપાટ ૨૫ એપ્રિલે ખુલશે
ઉત્તરાખંડ Âસ્થત કેદારનાથ ધામના દરવાજા ક્યારે ખુલશે તેની જાહેરાત કરવામાં આવી છે. આજે મહાશિવરાત્રીના પાવન પર્વ પર ઉખીમઠમાં પરંપરાગત પૂજા પછી તેમજ પંચાંગની ગણતરી બાદ કેદારનાથ મંદિરના કપાટ ખોલવા માટેનો શુભ સમય નક્કી કરવામાં આવ્યો હતો. આ વર્ષે મેઘ લગ્નમાં કેદારનાથ ધામના કપાટ ખોલવામાં આવશે. મંદિરના કપાટ ૨૫ એપ્રિલે સવારે ૬.૨૦ કલાકે ખોલવામાં આવશે.
કેદારનાથના કપાટ ગત વર્ષે ૨૭ ઓક્ટોબર ભાઈ બીજના દિવસે શિયાળા માટે મંત્રોચ્ચાર વચ્ચે બંધ કરવામાં આવ્યા હતા. સેનાની મરાઠા રેજિમેન્ટના બેન્ડે ભÂક્તમય પરફોર્મન્સ આપ્યું હતું. કેદારનાથ મંદિરના કપાટ બંધ થયા બાદ ડોળી ઉખીમઠના ઓમકારેશ્વર મંદિર માટે રવાના થઈ હતી. ભાઈ બીજના બે દિવસ બાદ ૨૯ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ ઓમકારેશ્વર મંદિરની શિયાળુ પૂજા બેઠક પર આ ડોલીને સ્થાપિત કરવામાં આવી હતી.