સહજ યોગ અંતર્ગત યોગધારા કાર્યક્રમ માં સર્વે નગરજનો ને નિઃશુલ્ક આમંત્રણ. સેકટર 22 રંગમંચ
અમને જણાવતા આનંદ થાય છે કે સહજયોગ સંસ્થા તરફથી ભારત ની મુલાકાતે આવેલા યોગધારા ના 15 દેશો ના 35+ આન્તરરાષ્ટ્રીય કલાકારો દ્વારા સંગીત, નુત્ય, ધ્યાન અને યોગ નો સાંસ્કૃતિક જાહેર કાર્યક્રમ આપણાં ગાંધીનગર ખાતે 20 ફેબ્રુઆરી 2023 રંગમંચ થેટર ,સેક્ટર 22, અને અમદાવાદ માં 21ફેબ 2023 ના એમ્ફી થેટર ,વસ્ત્રાપુર લેકે સાંજે 7 વાગે સર્વે નગરજનો માટે નિઃશુલ્ક યોજાશે.
“પરમ પૂજ્ય શ્રી માતાજી નિર્મલા દેવી સહજયોગ ટ્રસ્ટ” આધ્યાત્મિક ટ્રસ્ટ તરીકે નોંધાયેલ છે જે માનવજાતના પરોપકાર માટે 140 થી પણ વધારે દેશો માં કામ કરતી બિન ધાર્મિક અને બિન લાભકારી સંસ્થા છે જેની શરૂઆત ૧૯૭૦ માં થઈ હતી.
સહજ યોગ સંસ્થા “યોગધારા” નામક કાર્યક્રમ ની યજમાનગીરી કરી રહી છે. જે સંગીત, નૃત્ય, યોગ અને ધ્યાન દ્વારા ભારતીય સંસ્ક્રૃતિ ની ભવ્યતા રજૂ કરશે. ઑસ્ટ્રેલિયા, ફ્રાન્સ, જર્મની ઈટાલી, હંગેરી, રશિયા, સ્વીટ્ઝરલેન્ડ, યુ.કે., સ્પેન, રોમાનિયા, ઝેક રિપબ્લિક, નેધરલેન્ડ અને તાઈવાન જેવા દેશોથી પધારી રહેલા ૩૫ સહજ યોગી કલાકારો યોગધારા ૨૦૨૩ ના કાર્યક્રમ ૧૩ રાજ્યોના ૩૩ શહેરો જેમાં મુખ્ય નગરો તરીકે ( દિલ્હી, દેહરાદૂન, જયપુર, ઈન્દોર, ઉદયપુર, ચંદીગઢ, અમ્રિતસર, કોટા, અમદાવાદ, પૂણે, ચેન્નાઈ વગેરે) માં કુલ ૪૦ કાર્યક્રમ ૨૩ જાન્યુઆરી ૨૦૨૩ થી માંડી ૨૩ માર્ચ ૨૦૨૩ સુધી યોજશે.
સૌપ્રથમ યોગધારા પ્રવાસ વર્ષ 2016 માં યોજાયો હતો. ત્યારે તેને ભારતીય બૂક રેકોર્ડ દ્વારા “ઈન્ડિયન એક્સીલન્સી એવોર્ડ”ના પુરસ્કાર થી સન્માનિત કરાયો હતો.
આપણા ગુજરાત માટે બહુ ગૌરવ ની વાત છે કે અંતરરાષ્ટ્રીય યોગધારા દ્વારા આપણે નવી પેઢીને આપણી સંસ્કૃતિ નો સંદેશ આપી શકીશું અને બિનભારતીયો એ કેટલી સહજતાથી ભારતીય સંસ્કૃતિ , એના મૂલ્યો અને આપણી બહુમૂલ્ય ધરોહર સમાન ધ્યાન અને યોગની પધ્ધતિઓ અપનાવી છે,જે આપણી નવી પેઢી માટે પ્રેરણારુપ બની રહેશે