ગુજરાત

છેલ્લા ૮ વર્ષ માં નાની બાળકીઓ સાથે દુષ્કર્મના ૩૯૮ ટકા બનાવો બન્યા છે. જેમાં ૧૪૫૨૨ જેવી બાળકીઓ સાથે દુષ્કર્મ ઃ કોંગ્રેસ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પુરી થયા બાદ પણ રાજ્યમાં રાજકીય માહોલ જામેલો છે. કારણકે, આગામી વર્ષે એટલેકે, વર્ષ ૨૦૨૪માં લોકસભાની ચૂંટણીઓ યોજાનાર છે. આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદી ભાજપ તરફથી સતત ત્રીજીવાર પ્રધાનમંત્રીના ઉમેદવાર તરીકે દાવેદારી કરશે. ત્યારે બીજી તરફ ભારત જાડો યાત્રા થકી ફરી એકવાર રાહુલ ગાંધી સુશુપ્ત કોંગ્રેસમાં પ્રાણ ફુંકવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ Âસ્થતિમાં ગુજરાતમાં આક્ષેપ પ્રતિઆક્ષેપોનો માહોલ જામ્યો છે. જે અંતર્ગત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યના ગૃહ વિભાગ પર આકરા પ્રહાર કરવામાં આવ્યાં છે.

ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ સામે ચાબખા મારીને કોંગ્રેસ ગૃહ રાજ્યમંત્રી હાર્ષ સંઘવીના રાજીનામાની માગ કરી છે. પત્રકાર પરિષદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજ સિંહ કઠવાડીયાએ કહ્યુંકે, ગુજરાતમાં દિનપ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની Âસ્થતિ કઠળી રહી છે. રાજ્યમાં મહિલાઓની સુરક્ષા સામે મોટું જાખમ ઉભું થયું છે. રાજ્યમાં છેલ્લા ૮ વર્ષ માં નાની બાળકીઓ સાથે દુષ્કર્મના ૩૯૮% બનાવો બન્યા છે. જેમાં ૧૪૫૨૨ જેવી બાળકીઓ સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં આજે પણ ૧૨૬૪૭ કેસ પેÂન્ડગ છે . આવા કેસોમાં ગુજરાત રાજ્યમાં માત્ર ૨૩૧ કેસ માં જ આરોપીને સજા મળી છે.
પાર્થિવરાજસિંહ કઠવાડીયાએ વધુમાં જણાવ્યુંકે, વર્ષ ૨૦૧૪ થી વર્ષ ૨૦૨૧ વચ્ચે ૨૬૭ કેસ માં ગુનેગારો ને જેલ ભેગા કરવામાં આવ્યા છે. નિર્ભયા અને બેટી બચાવો ને નામે ફંડ આપે પરંતુ દીકરીઓ ને ન્યાય આપવામાં ગુજરાત રાજ્ય ની સરકાર નિષ્ફળ ગઈ છે.
૨૦૨૦ ૨૦૨૧ પોસ્કો નાં ૨૩૪૫ કેસ રજીસ્ટર થયા છે. ૨૦૨૧-૨૨ માં પોસ્કો નાં ૨૪૪૩ કેસ રજીસ્ટર થયા છે. વર્ષ ૨૦૨૦ થી વર્ષ ૨૦૨૧ નાં વર્ષ માં ૪૭૮૨ સામે ૧૦૦ કેસ માં સજા મળી છે. પોલીસ તંત્ર કેસ સાબિત કરવામાં નિષ્ફળ થયું છે. સરકાર દ્વારા આવા ગુનેગારોને છાવરવવામાં આવ્યા છે. ગુજરાતનું ગૃહ રાજ્ય વિભાગ આ અંગે જવાબ આપે. ગુજરાત ગૃહ રાજ્ય મંત્રીએ રાજીનામું આપવું જાઈએ. વર્ષ ૨૦૧૨ માં પાસ્કો કાયદો લાગુ કરવામાં આવ્યો હતો જેથી બાળકીઓ સાથે કોઈ પણ ખરાબ કૃત્ય ના થાય.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x