પાટનગરમાં પ્રથમ વખત 27મીએ યોગ સ્પર્ધા યોજાશે
મહાનગરપાલિકા દીઠ 6 લોકોની 3 ભાઇઓ અને 3 બહેનો કુલ 48 સ્પર્ધક વચ્ચે રાજ્યકક્ષાની હરીફાઇ થશે અને 48, જ્યારે કુલ 06 સ્પર્ધકો જેમાં 03 ભાઇઓ અને 03 બહેનોની અંતિમ પસંદગી રાજ્ય કક્ષાની યોગ સ્પર્ધાના વિજેતા તરીકે થશે. જિલ્લા કક્ષાએ પસંદગી પામેલ સ્પર્ધકોને તેને ફાળવવામાં આવેલી મહાનગરપાલિકા હેડ કર્વાટર ખાતે મહાનગરપાલિકા કક્ષાની યોજાનાર યોગ સ્પર્ધામાં જવાનું રહે છે. ગાંધીનગર ખાતે યોજાનાર મ્યુનિસિપલ કક્ષાની સ્પર્ધામા ગાંધીનગર, આણંદ, ખેડા, મહેસાણા અને મહીસાગર જિલ્લાઓનો સમાવેશ થાય છે.ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા યોગના પ્રચાર પ્રસાર અર્થે પ્રથમ વખત યોગ સ્પર્ધા કાર્યક્રમનું આયોજન કરાયુ છે. મહાનગરપાલિકા કક્ષાએ યોજાયેલી યોગ સ્પર્ધામાં પસંદગી પામેલા દરેક મહાનગરપાલિકામાંથી વિજેતા બનેલા 3 ભાઇઓ અને 3 બહેનો રાજ્યકક્ષાએ ભાગ લઇ શકશે. કુલ 8 મહાનગરપાલિકામાંથી પસંદગી પામેલ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વચ્ચે રાજ્યકક્ષાની સ્પર્ધા થશે.
આ જિલ્લાઓ પૈકી પસંદગી પામેલ સ્પર્ધકોની મ્યુનિસિપલ લેવલની સ્પર્ધા 27 ફેબ્રુઆરી 23ના રોજ સવારે 10 કલાકે સચિવાલય જીમખાના, સેક્ટર 21, ગાંધીનગર ખાતે યોજાશે. મહાનગરપાલિકા કક્ષાએ પસંદગી પામેલ પ્રથમ, બીજા અને તૃતીય ભાઇઓ અને બહેનોને રોકોડ ઇનામ સાથે મેડલ, સર્ટીફીકેટ, સોલ આપવામાં આવશે. જેમાં પ્રથમ વિજેતાને રુપિયા 21 હજાર, દ્રિતીય વિજેતાને રૂ. 15 હજાર અને તૃતીય વિજેતાને રૂ.11 હજારનું ઇનામ આપવામાં આવશે. યોગના પ્રચાર તથા પ્રસાર માટે પ્રથમ વખત યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.જે 27મીએ ગાંધીનગરમાં યોજાશે.