ગાંધીનગ જિલ્લાના નાગરિકો માટે “અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના” અંતર્ગત એક દિવસીય તાલીમનું આયોજન
કિચન ગાર્ડન, ટેરેસ ગાર્ડન, બાલ્કની ગાર્ડન કરતા નાગરિકો માટે “અર્બન હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ યોજના” અંતર્ગત ૨૪ ફેબ્રુઆરી, ૨૦૨૩ ના રોજ શુક્રવારે એક દિવસીય તાલીમ ઉમિયા મંદિર, સેક્ટર-૧૨ ખાતે સવારે ૧૧.૦૦ થી ૫.૦૦ સુધી યોજાનાર છે. જેમાં તાલીમ દરમિયાન સર્ટિફિકેટ અને સાહિત્ય કિટ પૂરી પાડવામાં આવશે. તાલીમ ગવર્મેન્ટ તરફથી છે, જેમાં ભાઈઓ તથા બહેનો બધા જ ભાગ લઈ શકે છે. જેમાં ટેરેસ પર નાગરિકો જાતે ઓર્ગેનિક શાકભાજી વાવી શકે તે માટે તાલીમનો લાભ લેવા બાગાયત નાયબ નિયામકની કચેરી દ્વારા નાગરિકોને અનુરોધ કરાયો છે