ગુજરાત

આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ, ૨૪ ફેબ્રુઆરીને ભૂપેન્દ્ર પટેલ સરકારનું બીજું બજેટ રજૂ થશે

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આવતીકાલ તારીખ ૨૩ ફેબુઆરીના રોજ પ્રારંભ થશે. આ સત્રની શરૂઆત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી શરૂ થશે. બજેટ સત્રના પ્રારંભે સૌ પ્રથમ દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ અપાશે અને ત્યારબાદ બપોરે રાજ્ય સરકાર ગુજરાત જાહેર પરીક્ષા વિધેયક ૨૦૨૩ ગૃહમાં રજૂ કરશે.

પેપરલીક વિરોધી બિલને રાજ્ય સરકાર સર્વાનુમતે પસાર કરવાનો પ્રયાસ કરી શકે છે. તો બજેટ સત્ર દરમિયાન ૨૪ ફેબ્રુઆરીએ ભૂપેન્દ્ર પટેલ સરકાર પોતાનું બીજુ બજેટ રજૂ કરશે અને નાણાપ્રધાન કનુ પટેલ વિધાનસભામાં નાણા પ્રધાન તરીકે બીજું બજેટ રજૂ કરશે. તો ૨૯ માર્ચ સુધી બજેટ સત્ર ચાલશે, જ્યારે બજેટ સત્રમાં બિનઅધિકૃત વિકાસ નિયંત્રણ સુધારા વિધેયક ૨૦૨૩ પણ રજૂ કરવામાં આવશે.
નોંધનીય છે કે ગુજરાતીઓની નજર આ બજેટ ઉપર રહેશે કે બહુમતી સાથે સત્તામાં આવ્યા બાદ ભૂપેન્દ્ર પટેલની સરકાર ગુજરાતીઓ માટે બજેટ ૨૦૨૩-૨૪માં નવું શું લઇને આવશે. ખાસ કરીને ખેડૂતો માટે, શિક્ષણ માટે, પ્રવાસન માટે , રોજગારીની યોજનાઓ , મૂડીરોકાણ અંગે બજેટમાં શું નવું આપવામાં આવે છે.
ગુજરાત વિધાનસભામાં નાણાં પ્રધાન કનુ દેસાઈ, નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૦૨૩નું ૫૬૦કરોડની પુરાંતવાળુ અંદાજપત્ર રજૂ કર્યુ હતું. જેમાં ગુજરાતમાં ૧૨૦૦૦ સુધીનો પગાર મેળવનારાઓને વ્યવસાયવેરામાથી સંપૂર્ણ મુÂક્ત આપવામાં આવી હતી. વર્ષ ૨૦૨૧-૨૦૨૨ની સરખામણીએવર્ષ ૨૦૨૨-૨૦૨૩ના બજેટમાં નાણાકીય ફાળવણી વધુ કરાઈ હતી. ગત વર્ષે નાણાંપ્રધાન કનુભાઈ દેસાઈ તેમની કારકિર્દીનું પ્રથમ બજેટ, ગુજરાત વિધાનસભા ગૃહ સમક્ષ રજૂ કર્યુ હતું. જેમાં નાણાકીય વર્ષના અંતે રૂપિયા ૫૬૦.૦૯ કરોડની પુરાંત રહેવાનો અંદાજ રાખવામાં આવ્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *