ધર્મ દર્શન

કાશી વિશ્વનાથ મંદિરમાં મંગળા આરતીની ટિકિટ ૫૦૦માં મળશે,પૂજારીઓ પાસે પોતાનો ડ્રેસ કો

વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં મંગળા આરતીની ટિકિટ હવે ૩૫૦ના બદલે ૫૦૦માં ઉપલબ્ધ થશે. તે જ સમયે, સપ્ત ઋષિ આરતી, શ્રૃંગાર ભોગ આરતી, મધ્યાહન ભોગ આરતીની ટિકિટ ૧૮૦ને બદલે ૩૦૦ હશે. ટિકિટના વધેલા દરો ૧ માર્ચથી લાગુ કરવામાં આવશે. આ સાથે હવે મંદિરમાં પૂજારીઓ માટે સમાન ડ્રેસ કોડ રહેશે. રાષ્ટÙીય સમાચાર અહીં વાંચો.

શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની વધતી જતી ભીડને જાતા ટિકિટના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે મંગળા આરતીની ટિકિટ ૩૫૦ને બદલે ૫૦૦માં મળશે. તે જ સમયે, સપ્ત ઋષિ આરતી, શ્રૃંગાર ભોગ આરતી, મધ્યાહન ભોગ આરતીની ટિકિટ ૧૮૦ને બદલે ૩૦૦ હશે. ટિકિટના વધેલા દરો ૧ માર્ચથી લાગુ કરવામાં આવશે. આ ઉપરાંત મંદિરનું પોતાનું ધાર્મિક અને સાંસ્કૃતિક કેલેન્ડર પણ હશે અને પૂજારીઓ હવે એક પ્રકારના ડ્રેસ કોડમાં જાવા મળશે.
વારાણસીના ડિવિઝનલ કમિશનર ઓડિટોરિયમમાં યોજાયેલી કાશી વિશ્વનાથ મંદિર ટ્રસ્ટની ૧૦૪મી બોર્ડ બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા હતા. સાથે જ ટ્રસ્ટના સભ્યોએ એવો મુદ્દો પણ ઉઠાવ્યો હતો કે, મેડાગીન અને ગોદૌલિયા ખાતે વાહનો અટવાવાના કારણે દર્શનાર્થીઓને મંદિરે પહોંચવામાં ભારે અગવડતા વેઠવી પડે છે. આવી Âસ્થતિમાં મંદિરની બાજુમાંથી પહેલ કરીને સુવિધા માટેનું કામ હાથ ધરવા માંગ ઉઠી છે. આ અંગે ટ્રસ્ટના સભ્યો સહિત તમામ અધિકારીઓએ તેની શક્યતા ચકાસવા અને મહાનગરપાલિકા અથવા ટ્રાફિક વિભાગનો સહકાર લેવા જણાવ્યું હતું.
બોર્ડની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયોઃ-
-શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં આખા વર્ષ માટે ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો માટે કેલેન્ડર તૈયાર કરવામાં આવશે.
-તેમજ આંતરીક સમિતિની રચના કરી ટ્રસ્ટની ડાયરી માર્ચ માસમાં પ્રસિદ્ધ કરવાની તૈયારીઓ કરવાનું પણ નક્કી કરાયું હતું.
-કાશી હિંદુ યુનિવર્સિટી અને સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટીમાં સૌથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને ૧૦,૦૦૦ રૂપિયાની વાર્ષિક શિષ્યવૃત્તિ આપવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x