ઓસ્કાર પહેલા રાજામૌલીની આરઆરઆરનો દબદબો, એચસીએમાં ચાર કેટેગરીમાં જીત્યા એવોર્ડ
એસ. એસ. રાજામૌલીની ફિલ્મ આરઆરઆર જેમાં રામ ચરણ અને જુનિયર એનટીઆર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ વર્ષ ૨૦૨૨ની ભારતની બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ છે.આરઆરઆર હવે વિશ્વભરમાં ધૂમ મચાવી રહી છે. ઇન્ટરનેશનલ ફિલ્મ ફર્ટિનિટીએ તેની પ્રશંસા કરી છે અને નાટુ નાટુને બેસ્ટ ઓરિજિનલ ગીત માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પણ મળ્યો છે.
ઓસ્કાર પહેલા આ ફિલ્મે ફરી એકવાર દેશને ગૌરવ અપાવ્યું છે. તાજેતરમાં યોજાયેલા હોલીવુડ ક્રિટીક્સ એસોસિયેશન એવોર્ડ્સમાં આરઆરઆર ત્રણ કેટેગરીમાં જીત્યું હતું. આરઆરઆર એક પીરિયડ ડ્રામા છે. આ ફિલ્મનું નિર્દેશન એસએસ રાજામૌલી દ્વારા કરવામાં આવ્યું છે. દેશ માટે આ ખૂબ જ ગર્વની વાત છે કારણ કે ફિલ્મ આરઆરઆર વિદેશમાં સતત સફળતા મેળવી રહી છે.
જુનિયર એનટીઆર અને રામ ચરણ અભિનીત આરઆરઆરે હોલીવુડ ક્રિટીક્સ એસોસિયેશન એવોર્ડ્સમાં ત્રણ કેટેગરી જીતી છે. તેને બેસ્ટ એક્શન ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મ બેસ્ટ સ્ટંટ અને બેસ્ટ સોંગ કેટેગરીમાં પણ જીતી હતી અને બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મનો એવોર્ડ જીત્યો હતો. ઓસ્કર ૨૦૨૩ પહેલા ફિલ્મ માટે એક મોટી સિદ્ધિ છે.