ગાંધીનગર જિલ્લાના છાલા ગામે “આયુષ મેળા” યોજાયો : ૧૪ હજારથી વઘુ નાગરિકોએ મેળાનો લાભ લીઘો
જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરી દ્વારા આજે ’આયુષ મેળા’નું આયોજન છાલાગામની શેઠ કે. એમ. શાહ હાઇસ્કુલ ખાતે કરવામાં આવ્યું હતું. આ મેળાનો લાભ કુલ- ૧૪ હજારથી વઘુ આસપાસના ગ્રામજનોએ લીઘો હતો.
આ આયુષ મેળા અંતર્ગત આયુર્વેદ વનસ્પતિ પ્રદર્શન ,જનરલ ઓ.પી.ડી, રોગ પ્રમાણે યોગ, મર્મચિકિત્સા, પ્રકૃતિપરીક્ષણ ,નાડી પરીક્ષણ, યુનાની ચિકિત્સા, પંચકર્મ, ગર્ભ સંસ્કાર અને બાળ રોગ,સ્ત્રી રોગ, લાઈફ સ્ટાઈલ ડિસઓર્ડર, અગ્નિકર્મ, દંતોત્પાટન જેવા ૧૭ જેટલા પ્રદર્શન સ્ટોલ દ્વારા જુદી જુદી ચિકિત્સા લક્ષી સેવાઓનો લાભ છાલા ગામ તથા આસપાસના ગ્રામજનોને આપવામાં આવ્યો.
સમગ્ર દિવસ દરમ્યાન યોજાયેલ આયુષ મેળામાં યોગશિબિર – 300, નાડીપરીક્ષણ- 168,અગ્નિ કર્મ- 685,વિદધ કર્મ- 574, રકતમોક્ષણ- 46, આયુર્વેદ ઓપીડી – 1240, હોમિયોપેથ ઓપીડી – -210, યુનાની ચિકિત્સા- 110, પ્રકૃતિ પરીક્ષણ – – 516, મર્મ, ચિકિત્સા- 162, સુવર્ણ પાશન – 372, બી.પી.સુગર ચેકઅપ – 123, વનસ્પતિ પ્રદર્શન-3161 અને રસોડાના ઔષધનો 3161 લાભાર્થીઓએ લાભ લીઘો હતો.
આયુષ મેળામાં પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત દિલીપભાઈ પટેલ તથા ગાંધીનગર દક્ષિણના ધારાસભ્યશ્રી અલ્પેશભાઈ ઠાકોર, પૂર્વ ધારાસભ્યશ્રી ગાંધીનગર શંભુજી ઠાકોર ,પૂર્વ પ્રમુખશ્રી જિલ્લા પંચાયત મંગીબેન ચૌધરી, સામાજિક ન્યાય સમિતિ ગાંધીનગરના ચેરમેનશ્રી, સરપંચશ્રી છાલા ગામ મેઘનાબેન ચૌધરી, તથા ભાજપ અગ્રણી દિલીપભાઈ ચૌધરી, સમાજ કલ્યાણ અધિકારી જિલ્લા પંચાયત ગાંધીનગર સુધાબેન બારોટ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.
કાર્યક્રમ દરમ્યાન ડો. ભાવનાબેન પટેલ, જિલ્લા આયુર્વેદિક અધિકારી દ્વારા શાબ્દિક સ્વાગત કરી ઔષધિય છોડ તથા સ્મૃતિ ચિહ્ણ અર્પણ કરી મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૧૦૦૦થી વધુ લોકોને હર્બલ- ટી નું વિતરણ કરવામાં આવ્યું અને સાથે સાથે તેનાથી થતાં ફાયદા અંગે પણ લોકોમાં જાગૃતિ કેળવાય તેવી માહિતી પણ આપવામાં આવી હતી.