ગુજરાત

ગુજરાતમાં જી-20 બેઠકો યોજવા રાજ્ય સરકાર દ્વારા 100 કરોડ રૂપિયા ખર્ચાશે

જી-20ની કુલ બેઠકોમાંથી 15 બેઠકો ગુજરાતમાં યોજાવાની છે, જેમાંથી અત્યાર સુધીમાં ત્રણ બેઠકો ગાંધીનગર, અમદાવાદ અને કચ્છના ધોરડોમાં યોજાઈ ચૂકી છે. ચાલુ વર્ષ દરમિયાન 12 બેઠકો યોજાવાની છે. વિવિધ 7 સ્થળોએ યોજાનારી આ બેઠકોમાં આમંત્રિતોની વ્યવસ્થા, આયોજન અને આતિથ્ય ગુજરાત સરકાર પ્રોટોકોલ મુજબ ઉદારતાપૂર્વક કરશે. ભારત પ્રથમ વખત G-20નું યજમાન બન્યું છે અને મહત્વનું છે કે આ અંતર્ગત ગુજરાતમાં પણ બેઠકો યોજાઈ રહી છે. ગુજરાતમાં જી-20 મીટિંગના આયોજન અને મહેમાનો માટે આતિથ્ય, રહેઠાણ અને ભોજન સહિતની અન્ય વ્યવસ્થાઓ પર રાજ્ય સરકાર દ્વારા રૂ. 100 કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ માટે બજેટમાં આ રકમ ફાળવવામાં આવી છે.

આ ખર્ચ ઉદ્યોગ વિભાગ દ્વારા ઉઠાવવામાં આવશે. ગુજરાત આઇડેન્ટિટી સમિટ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ છેલ્લા 4 વર્ષથી યોજાઇ શકી નથી. કોરોનાને કારણે 2021ની વાઈબ્રન્ટ સમિટ રદ્દ થયા બાદ 2022 અને 23માં તેનું આયોજન થઈ શક્યું ન હતું. હવે સમિટ વર્ષ 2024માં થશે કે નહીં તેની ખાતરી નથી, તેથી સરકારે માત્ર એક કરોડ રૂપિયાની નજીવી જોગવાઈ કરી છે.
જ્યારે ધોલેરામાં દેશના પ્રથમ સેમિકન્ડક્ટર ચિપ્સ પ્લાન્ટ માટે વેદાંત-ફોક્સકોન જૂથ દ્વારા ધોલેરામાં 700 એકર જમીન ફાળવવામાં આવી છે, જ્યારે સેમિકન્ડક્ટર નીતિ હેઠળ આ પ્રોજેક્ટ માટે બજેટમાં 524 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x