વાઈબ્રન્ટ ગુજરાત સમિટ -2019 માં સૌ પ્રથમવાર કેટલીક નવીનતમ ઈવેન્ટ. જાણો વધુ…
ગાંધીનગર :
ડેનમાર્ક, ચેક રિપબ્લિક, ઉઝબેકિસ્તાન, માલ્ટા અને રંવાડા સહિતના 5 દેશોના વડાઓ વૈશ્વિક સમિટમાં ભાગ લેશે તેમજ 18 જાન્યુઆરીના રોજ વડાપ્રધાનશ્રી સાથે ડીનર પણ યોજવામાં આવશે. સમિટની નવમી આવૃત્તિમાં 15 દેશો ભાગીદાર દેશ તરીકે સહભાગી બનશે. જેમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, ચેક રિપબ્લિક, ડેનમાર્ક, ફ્રાન્સ, જાપાન, મોરક્કો, નોર્વે, પોલેન્ડ, સાઉથ આફ્રિકા, રીપલ્બિક ઑફ કોરિયા, થાઈલેન્ડ, નેધરલેન્ડ્સ, યુએઈ અને ઉઝબેકિસ્તાનનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત 11 આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ સહભાગી બનશે જેમાં ધી ઓસ્ટ્રેલિયા ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ, કેનેડા ઈન્ડિયા ફેડરેશન, કોમનવેલ્થ એન્ટરપ્રાઈઝ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કાઉન્સિલ, ઈન્ડો-ચાઈના ચેમ્બર ઑફ કોમર્સ, ઈન્ટરનેશનલ ફાયનાન્સ કોર્પોરેશન, જાપાન એક્સટર્નલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન, કોરિયા ટ્રેડ ઈન્વેસ્ટમેન્ટ પ્રમોશન એજન્સી, ધી નેધરલેન્ડ્સ ઈન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ટ્રેડ, યુએઈ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ, યુએસ-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સિલ અને યુ.એસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ફોરમ જેવી સંસ્થાઓ વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ભાગીદાર બનશે.
• વાઈબ્રન્ટ ગુજરાત – આફ્રિકા ડે
• મેગા ટ્રેડ શો – બાયર-સેલર મિટ અને વેચાણકારોના વિકાસ માટેનું પ્લેટફોર્મ
• 20 કન્ટ્રી સેમિનાર અને 7 સ્ટેટ સેમિનાર
• મેઈક ઇન ઇન્ડિયાની સાફલ્યગાથા વર્ણવતું પ્રદર્શન
• બંદરો, વ્યાપાર અને નિકાસ પર વિશેષ સેમિનાર
• B2B અને B2Gના સીધા સંવાદ માટે ઓનલાઈન અને ઓનસાઈટ નેટવર્કિંગની તકો
• 17થી 28 જાન્યુઆરી 2019 દરમિયાન દુબઈ શોપિંગ ફેસ્ટિવલની જેમ જ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ
• સાયન્સ સિટી અમદાવાદ ખાતે ‘ભવિષ્યની ટેકનોલોજીનું પ્રદર્શન અને નાસાના સહયોગથી સ્પેસ એકસપ્લોરેશન’ વિષયક પ્રદર્શન
• સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરીંગ એન્ડ મેથેમેટિક્સ (STEM) વિષય પર રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ
• ગુજરાતના 4 શહેરોમાં વાયબ્રન્ટ ગુજરાત યુથ કનેક્ટ ઈવેન્ટ્સ