ગાંધીનગર

દ્વારકાના પાલભાઈ આંબલીયા નામના ખેડૂતે ગૂગલ મેપની મદદથી ખેડૂત વિરોધી ગુજરાત સરકારની પોલ ખોલી. જાણો શું થયું

દ્વારકા :

ગુજરાતમાં ખેડૂતો વચ્ચે અંદરોઅંદર વેરઝેર થઈ શકે તેવી ગુજરાત સરકારની પોલ દ્વારકાના પાલભાઇ આંબલિયા નામના એક ખેડૂતે ઈન્ટરનેટના ગૂગલ મેપની મદદથી ખોલી છે. તેમણે પોતાના ખેતરોનું માપ અને સરકારે તૈયાર કરેલું નવું માપ એકદમ અલગ જણાય છે. ગૂગલ પર પોતાના ખેતરનો નકશો શોધી કાઢીને સરકારે તૈયાર કરેલો પોતાના ખેતરનો નકશો સાવ અગલ આવે છે. તે આ કૌભાંડ જોઈને ચોંકી ગયા હતા અને પોતાના ગામના બીજા ખેડૂતોના ખેતરનો ગૂગલ મેપ અને સરકારનો નકશો સરખાવતાં તમામ ખેડૂતો ચોંકી ગયા હતા. તમામ ખેડૂતોના સરકારી નકશા સદંતર ખોટા હતા.

દ્વારકા જિલ્લાના તમામ ગામમાં આવી ભૂલો મળી આવી છે. એક પછી એક બન્ને નકશા જોતા ખ્યાલ આવે છે કે કેટલી ગંભીર ભૂલ છે. સાદો નકશો છે એ 1 નંબરનો નકશો અને લીલા કલરની લિટીવાળો વાળો એટલે 2 નંબરનો નકશો તસવીરમાં જોઈ શકાય છે. લીલા રંગની લીટી છે, એ સરકારે નકી કરેલા શેઢા (ખેતરની હદ) છે.

કિસ્સો 1 – ઊભા ખેતર આડા કરી દીધા

સરવે નંબર 669, 670, 671, 672 અને 673 છે તે નકશા નંબર 2 માં જોતા ખ્યાલ આવે છે કે, સરકારે કેવી રીતે ખેતર બેસાડ્યા છે. નકશો જોતા સરવે નંબર 669 અને 670 બન્ને ખેતરો ને ઊભા દેખાડ્યા છે. અને 671, 672 અને 673 ને આડા દેખાડ્યા છે. નકશા નંબર 1 જોતા ખ્યાલ આવે છે કે, ખેતરની ખરેખર શું સ્થિતી છે. આ પાંચેય સરવે નંબરના ખેતર ઊભા છે. દરેક ખેતરનો શેઢો સ્પષ્ટ દેખાય છે. જેમાં પાંચેય ખેતર ખરેખર સ્થિતી કરતાં અલગ પડે છે. ઊભા ખેતરને માપણી પછી સરકારે આડા કરી નાંખ્યા છે. જે ખરેખર ખેડૂતો ખેતર કબજો ધરાવે છે તેનાથી અલગ પડે છે. જે સરકારે માન્યતા આપી છે. જ્યાં ખેડૂતનું ખેતર નથી ત્યાં તેનું બતાવી મોટી ગરબડ કરી છે. તમામ ખેડૂતો પરેશાન છે. જાણે ધરતીકંપ આવ્યો હોય અને જમીન આડી થઈ ગઈ હોય એવી હાલત આ 5 ખેડૂતોના ખેતરની સરકારે કરી આપી છે.

કિસ્સો બીજો – એક મકાનના બે ભાગ કરી દીધા

નકશો નંબર 2 માં સરવે 783 માં આવેલા મકાન દેખાય છે. સરકારે આ મકાનના બે ભાગ કરી આપ્યા છે. પણ ગૂગલ પ્રમાણે તેમ નથી. ખરેખર જેનું મકાન છે, એના ભાગમાં અડધું મકાન રહ્યું છે. સરવે નંબર 758ના ખેતરમાં અડધું મકાન બતાવેલું છે.

કિસ્સો ત્રીજો – પાંચ ખેતર ભેગા કરી એક બનાવી દીધું

સરવે નંબર 780 આખો સળંગ એક જ ખેતર તરીકે સરકારે બતાવ્યો છે. પણ ખરેખર તે પાંચ ખેડૂતોની જમીન અલગ અલગ છે. હવે કાયદેસરના હક્ક અહીં એક પણ ખેડૂતના રહેતા નથી. કબજો મેળવવા માટે પાંચેય ખેડૂતો હાથમાં ધારીયા લઈને આગામી દિવસોમાં ઊભા હશે. કારણ કે આ પાંચ ખેડૂતોની માલિકી હક જતાં રહ્યાં છે. ખોટી જગ્યાએ ખેતર બેસાડી દીધું છે.

કિસ્સો નંબર 4 – પાંચ ખેતરના ટૂકડા કરીને એક કર્યા

સરવે નંબર 779 જોતા સ્પષ્ટ થાય છે કે, 4 ખેતરમાંથી થોડા થોડા ટુકડા લઈને એક બનાવ્યું છે. ખેડૂતને તેના ખેતરનો નમૂનો નંબર 7 આપવામાં આવી રહ્યો છે, તે બરાબર છે. પણ આખા ગામના ખેતરોના નકશો બદલાઈ ગયો છે. સરકારે ગામના નકશો જ બદલી નાંખ્યો છે. ગામનો નકશો જૂએ ત્યારે જ ખબર પડે કે ખરેખર તેની શેઢા બરાબર છે કે નહીં. તેથી દરેક ખેડૂતોએ પોતાના ગામનો નકશો માંગીને બાધાએ સાથે જોઈ લેવો.

4 ખેતરના નકશાની ભૂલ થઈ છે તેની સીધી અસર 16 ખેતરને થઈ છે. તે અગળ વધીને 64 ખેડૂત અને 256 ખેડૂત આમ આખા ગામના ખેતરને અસર થઈ છે. આખા ગામાં એક ખેતર ભૂલ વગરના નથી. તેથી ખેડૂતોએ આખા ગામની વાંધા અરજી કરે તો જ બધા શેઢા મળશે નહીંતર એક પણ ખેતરનો શેઢો મળશે નહીં. જો સરકારે આખા ગામની ફરીથી સરવે નહીં કરે તો આ ભૂલ દરેક વંશને નડશે. તેથી આખા ગામે આંદોલન કરીને ફરીથી સરવે કરાવવા માટે જિલ્લા કલેક્ટર કે સરકાર પર દબાણ લાવવું પડશે.

ખરેખર શું સ્થિતિ છે

જમીન પુનઃ માપણીમાં રાજ્ય સરકારના મોજણી અધિકારીઓએ મહેસૂલ વિભાગને અહેવાલ આપ્યો છે કે, મોજણી ખોટો થઈ છે. લોકો ફરિયાદ કરે છે કે 80 ટકા નકશા ખોટા છે. ડીફરન્સીયલ ગ્લોબલ પોઝીશનીંગ સિસ્ટમ મુજબના અક્ષાંશ-રેખાંશ માટે 1.70 લાખ બેન્ચ માર્ક ઊભા કરાયા હોવાનો દાવો કરાયો હતો. તો 80 ટકા નકશા ખોટા કેમ છે તે એક સવાલ છે. ગામોમાં હજારો ખેડૂતો આવેદન આપી રહ્યાં છે કે તેમની જમીનની મોજણી ખોટી થઈ છે. ફરીથી કરો.

સવા કરોડ ખેતર બરબાદ

રાજ્યમાં ખેતીની જમીનના સવા કરોડથી વધુ સરવે નંબરો છે અને એકેય ખેતરોની જમીન માપણી સાચી રીતે થઇ નથી. IICT ટેકનોલોજી નામની હૈદરાબાદ ખાનગી એજન્સી દ્વારા ખેતરોમાં જઈને કામગીરી કરવાના બદલે સેટેલાઈટની મદદથી માપણીની કામગીરી પૂર્ણ કરી લીધી છે. આ એજન્સી દક્ષિણ ભારતના ભાજપના ટોચના નેતાના મળતિયાની હોવાનું કહેવાય છે. એજન્સી દક્ષિણ ભારતના ભાજપના ટોચના નેતાના મળતિયાની હોવાનું કહેવાય છે. સરકારી અધિકારીઓને પણ કામગીરીની પુરતી ચકાસણી વગર જ કામગીરી પૂર્ણ થયાના પ્રમાણપત્રો કંપનીને આપી દીધા છે. જમીન માપણી માટેના પ્રોજેક્ટ પાછળ સરકાર રૂ.800થી રૂ.1200 કરોડનો તોતીંગ ખર્ચ કર્યો છે.

ગૌચરો ગુમ, માફિયાઓને ફાયદો

ગામના ગૌચર ગાયબ થઇ ગયા હોવા છતાં પણ કંપની સામે કોઇ પગલાં ભાજપના મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે લીધા નથી. એટલું જ નહીં રાજ્ય સરકાર પોતે ભાજપના નેતા સાથે જોડાયેલી આ કંપનીનું કૌભાંડ છાવરવા માટે પ્રજાના પૈસે, સરકારના ખર્ચે વાંધા અરજીઓ લઈને સરવે કરાવી રહી છે. ખરેખર તો તે કંપની પાસેથી વસૂલ કરવી જોઈતી હતી. પણ આ પ્રોજેક્ટ સરકારને પાંચ હજાર કરોડથી વધારેમાં પડશે. કારણ કે સમગ્ર રાજ્યમાં ફરીથી મોજણી કરવી પડશે.

કરાર પ્રમાણે પુનઃ માપણી કરવી પડે

ગુજરાત સરકાર અને કંપની વચ્ચે થયેલા કરાર મુજબ 50% કરતા વધારે જમીન માપણીમાં ભૂલો નીકળે તો જે તે ગામની કે જિલ્લાની જમીન માપણી સંપૂર્ણ રદ્દ કરીને ફરીથી જમીન માપણી કરવી જોઈએ. આવો લેખિતમાં કરાર હોવા છતાં તે અંગે કોઈ પગલાં સરકારે આજ સુધી લીધા નથી તેથી મહેસૂલ પ્રધાન તરફ શંકાની સોય તાકવામાં આવી રહી છે.

મોજણી થઈ જ નથી.

ગુજરાત રાજ્યમાં જમીનોની રી સરવે કામગીરી સને 2009-10થી શરુ કરી તબક્કાવાર તમામ 33 જિલ્લામાં આ કામગીરી આવરી લેવામાં આવેલી છે. કેન્દ્ર પુરસ્ક્રુત યોજના ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકર્ડ મોર્ડ્નાઇઝેશન પ્રોગ્રામ ડી.આઇ.એલ.આર.એમ.પી. હેઠળ ઇલેકટ્રોનિક ટોટલ સ્ટેશન (ડિજિપીએસ) સીસ્ટમ અંતર્ગત સેટેલાઇટ દ્વારા જમીન રી સર્વની કામગીરી છે. ગુજરાતમાં 18,047 ગામોમાંથી હાલ પ્રથમ તબક્કામાં 18034 ગામોની માપણી પૂર્ણ કરવામાં આવી છે તથા 12,102 ગામોનું પ્રમોલગેશન પણ કરવામાં આવ્યું છે. પ્રમોલગેશન પછી આવેલી વાંધા અરજીઓનો ઝડપથી નિકાલ કરવાની કામગીરી ચાલી રહી છે.

23 નિશાની ભૂલાઈ

જમીન માપણીમાં રહી ગયેલી ભૂલો જેવી કે તૈયાર થયેલા ગામના નકશના હાર્દ સમાન વિવિધ 23 નિશાનીઓ વાળા અનુશ્રુતિમાં જ ભૂલો, ગાડા મારગ, રોડ રસ્તા ગાયબ, ગામના ખરબા, ગૌચર ગાયબ, કેટલાક ખેડૂતોની જમીનમાં વધારો તો કેટલાક ખેડૂતોની જમીનમાં ઘટાડો, કેટલાક ખેડૂતોની જમીન તો ગામના નકશામાંથી સમૂળગી ગાયબ જ થઈ ગઈ, ઉત્તર દક્ષિણ લાંબા ખેતર હતા એને પૂર્વ પશ્ચિમ લાંબા કરી દીધા, ખેતર જ્યાં હતું ત્યાંથી 2 – 5 ખેતર આગળ પાછળ કરી દીધા હતા. આવી અનેક ભૂલોના કારણે ભવિષ્યમાં ખેડૂત ખેડૂત વચ્ચે ભાઈ ભાઈ વચ્ચે વેરઝેર ઉભા થાય, ખૂન ખરાબા થાય એવી પરિસ્થિતિ ઉભી થઇ હતી. ખેતરની ચતુર્થ દિશા કરતા નકશામાં દિશા જુદી દર્શાવેલ હોય છે.

કંપની સાથે સરકારનું કરોડોનું કૌભાંડ

2010 થી 2016ના ગાળામાં ગુજરાતના 1 કરોડ 25 લાખ સરવે નંબરની સેટેલાઇટ દ્વારા જમીન માપણી કરવામાં આવી હતી. આઈઆઈસી હૈદરાબાદ કંપની દ્વારા માપણી કરી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આઈ આઈ સી હૈદરાબાદ નામની ખાનગી કંપનીને સેટેલાઇટથી જમીન માપણી કરવાની કામગીરી સોંપવામાં આવી હતી. સરકારના તલાટી મંત્રીથી લઈ SLR, DILR, મામલતદાર, પ્રાંત અને કલેક્ટર કચેરીઓએ પણ તેનું ક્રોસ વેરીફીકેશન કરવાનું હતું. આ ઉપરાંત વીપ્રો જેવી સંસ્થાઓને થર્ડ પાર્ટી ઈન્સ્પેક્સનની જવાબદારી આપવામાં આવી હતી. આટલા કર્મચારીઓ, અધિકારીઓ વેરિફિકેશન કરે, થર્ડ પાર્ટી ઈન્સ્પેક્સન કરે તેમ છતાં સો એ સો ટકા ભૂલો વાળા જમીનના દસ્તાવેજો તૈયાર થાય તો શંકા એ થાય છે કે આ કર્મચારીઓ, અધિકારીઓની મિલીભગત હશે કે મજબૂરીએ ખેડૂતોને મૂંઝવતો પ્રશ્ન હતો.

ક્યાં કેટલી ભૂલો

ગાંધીનગર: ગાંધીનગર અને ડાંગ જિલ્લામાં 4,122 ફરિયાદો મળી હતી.

બનાસકાંઠા: બનાસકાંઠામાં 30,000 ખેડૂતો સરકારની ભૂલનો ભોગ બન્યા છે.

જામનગર: જામનગર જિલ્લાના 1,50,000 કરતાં વધારે સરવે નંબરમાં ભૂલો છે.

સાબરકાંઠા જિલ્લામાં 19,440 જેટલી ક્ષતિઓ આવી હતી.

પ્રતિપક્ષનો આરોપ

યુપીએની સરકારે જમીન માપણી અને રેકર્ડ સુધારણા યોજના માટે રૂ.2100 કરોડ મંજૂર કર્યા હતા. આ યોજના અંતર્ગત ગુજરાતમાં જમીન માપણીમાં ગંભીર ગેરરીતિઓને કારણે ખેતી, ગામતળ, તળાવો, કાચા-પાકા રસ્તાઓ, ગૌચરો, સરકારી પડતર સહિતની જમીનોનું દાયકાઓ પહેલા ખૂબ જ ચોકસાઈથી બતાવેલું રેકોર્ડ ખાનગી સરવે કંપનીઓએ જૂનું રેકર્ડ રફે-દફે કરી નાંખ્યું છે. નવી માપણી રદ કરીને માપણી કરનારી એજન્સીઓ તથા તેમના બિલો મંજૂર કરનારા સામે ગુનો દાખલ કરીને પગલાં લેવાની કોંગ્રેસે માગણી કરી હતી. જામનગર સહિત ત્રણ જિલ્લાની પાયલોટ પ્રોજેક્ટ તરીકે કામગીરી શરૂ થઈ ત્યારે વિધાનસભામાં રજૂઆત થઈ હતી કે ખાનગી માપણી એજન્સીઓએ કરેલી પુન: માપણીમાં એક ખેડૂતનું ખેતર બીજા ખેડૂતના હદમાં બતાવવું, રસ્તાઓ, મકાનો અદૃશ્ય કરી દેવા, ગામના નકશામાં ખેતરનું લોકેશન ફરી જવું જેવી ગંભીર ક્ષતિઓ થઈ હોવાનું જણાવી ભવિષ્યમાં ગામડાઓમાં ભાઈઓ-ભાઈઓ વચ્ચે વેરઝેર ઊભા થશે તેવી ચેતવણી આપીને બિનઅનુભવી રાજ્ય બહારની એજન્સીઓ પાસેથી આવું સંવેદનશીલ કામ પરત લઈ લેવા અને સરકારી સરવેયરો પાસે સમગ્ર ગુજરાતમાં માપણી કરાવવા માગણી કરી હતી, પરંતુ ભાજપની સરકારે ભ્રષ્ટાચારમાં ભાગીદારી કરવાના ઇરાદે સમગ્ર રાજ્યમાં રૂ.2100 કરોડના ખર્ચે આવી કંપનીઓ પાસે માપણીઓ કરાવીને તેના આધારે નવા લેન્ડ રેકોર્ડ બનાવીને જમીન રેકોર્ડસના પ્રોમ્યુલગેશન પણ મંજૂર કરી દીધાં અને એજન્સીઓને રૂ.2100 કરોડની ચૂકવણી પણ કરી દીધી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x