બાલીવુડમાં ઘણું બદલાયું છે, પરંતુ જેન્ડર પે ગૅપ આજે પણ નથી બદલાયો: ઝીનત અમાન
ઝીનત અમાનનું કહેવું છે કે બાલીવુડમાં સમયની સાથે ઘણું બદલાયું છે, પરંતુ જેન્ડર પે ગૅપ આજે પણ નથી બદલાયો. આજે પણ મહિલા કલાકારોની ફીમાં પુરુષ કલાકારોની સરખામણીએ ભારે તફાવત હોય છે. ઝીનતે તેમની ફિલ્મ ‘કુરબાની’ના ગીત ‘લૈલા ઓ લૈલા’ના સેટ પરની Âક્લપ શૅર કરી હતી. એમાં તેઓ રિહર્સલ કરી રહ્યાં છે. એ Âક્લપને ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને ઝીનત અમાને કૅપ્શન આપી હતી, ‘૭૦ના દાયકામાં આૅસ્ટ્રેલિયન બ્રાડકાÂસ્ટંગ કમિશનના કીથ ઍડમ ‘કુરબાની’ના સેટ પર આવ્યા હતા, જ્યાં હું ગીત ‘લૈલા ઓ લૈલા’નું રિહર્સલ કરી રહી હતી.
આજે એ ફુટેજને શૂટ કરવાને પચાસ વર્ષ પસાર થઈ ગયાં છે. ત્યારથી ઇન્ડસ્ટ્રીમાં અતિશય પરિવર્તન આવ્યું છે. મહિલાઓને જે રોલ આપવામાં આવે છે એ હવે શોભાના પૂતળા સમાન નથી રહ્યા. જાકે હવે જે નથી બદલાયું એ છે જેન્ડર પે ગૅપ. મારા સમયમાં હું સૌથી વધુ પેઇડ ફીમેલ ઍક્ટર હતી. આમ છતાં મારા પુરુષ કોસ્ટાર્સ અને મને આપવામાં આવતા પે ચેકમાં જે તફાવત હતો એ હાસ્યાસ્પદ હતો. એ પરિવર્તન લાવવામાં અડધી સદી પસાર થઈ ગઈ. એથી આજે પણ ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓને સમાન મહેનતાણું નથી મળી રહ્યું એ દુઃખદ વસ્તુ છે. મહિલાઓ સતત કામ કરે છે અને મને લાગે છે કે આ જવાબદારી હવે પુરુષ અભિનેતાઓ, ડિરેક્ટર્સ અને નિર્માતાઓ પર છે કે તેઓ એ વાતની ખાતરી લે કે મહિલા સહકર્મીઓને યોગ્ય વળતર આપવામાં આવે. આ ખૂબ સરળ બાબત છે. આમ છતાં જા પુરુષ આ બદલાવ લાવે તો એ ક્રાÂન્તકારી કહેવાશે.’