રાજ્યના ૬ જિલ્લામાં ૬૧ હજાર ૫૮ બેરોજગારો નોંધાયા હોવાનું સરકારે સ્વીકાર્યું હતું.
ગુજરાત વિધાનસભાના સત્રમાં કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવામાં આવી રહી છે. એક બાદ એક મુદ્દાઓને લઈ ચર્ચાઓ માટે માંગ કરવામાં આવી રહી છે. ત્યારે હવે ગૃહમાં રોજગારીનો મુદ્દો ગાજ્યો છે. ગૃહમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યએ રોજગારીને લઈને સવાલ પુછ્યો હતો. તેના જવાબમાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો. સરકારે ગૃહમાં રાજ્યના ૬ જિલ્લામાં ૬૧ હજાર ૫૮ બેરોજગારો નોંધાયા હોવાનું સ્વીકાર્યું હતું.
કોંગ્રેસના ધારાસભ્યના સવાલ પર સરકારે રાજ્યમાં અમદાવાદ અને ગાંધીનગરમાં શિક્ષિત અને અર્ધ શિક્ષિત બેરોજગારના આંકડા જાહેર કર્યા હતાં. તે ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ નોંધાયેલા બેરોજગારીના આંકડા રજૂ કરવામાં આવ્યાં હતાં. જેમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, અમદાવાદ,ગાંધીનગર,જૂનાગઢ અને બનાસકાંઠા જિલ્લામાં ૩૧ ડિસેમ્બર ૨૦૨૨ની Âસ્થતિએ બેરોજગારો નોંધાયા.
જામનગર જિલ્લામાં શિક્ષિત બેરોજગારો ૮ હજાર ૬૮૪ જ્યારે અર્ધિશક્ષીત ૯૧૦ બેરોજગાર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શિક્ષિત બેરોજગારો ૨ હજાર ૩૩૯ અને ૯૭ અર્ધિશક્ષિત બેરોજગાર, જૂનાગઢ જિલ્લામાં ૧૦ હજાર ૩૨૩ બેરોજગાર જ્યારે બનાસકાંઠા જિલ્લામાં ૯ હજાર ૯૫૬ બેરોજગારો, અમદાવાદ જિલ્લામાં ૪ હજાર ૩૦ શિક્ષિત બેરોજગારો જ્યારે ૩૭૯ અર્ધિશક્ષિત બેરોજગારો, અમદાવાદ શહેરમાં ૧૨ હજાર ૨૮૨ શિક્ષિત બેરોજગારો જ્યારે ૧૨૦૫ અર્ધિશક્ષિત બેરોજગારો, ગાંધીનગર જિલ્લામાં ૩ હજાર ૭૦૭ શિક્ષિત બેરોજગારો જ્યારે ૬૧૭ અર્ધિશક્ષીત બે રોજગારો, ગાંધીનગર શહેરમાં ૨ હજાર ૨૯૧ શિક્ષિત બેરોજગાર અને ૧૧૪ અર્ધિશક્ષીત બેરોજગારો નોંધાયા છે.
વિધાનસભામાં કોંગ્રેસના સવાલના જવાબમાં અમદાવાદ જિલ્લામાં વર્ષ ૨૦૨૧માં ૩૭૦૪ અને વર્ષ ૨૦૨૨માં ૫૬૧૬ યુવાઓને, અમદાવાદ શહેરમાં વર્ષ ૨૦૨૧માં ૨૭,૦૫૮ અને વર્ષ ૨૦૨૨ માં ૩૭,૫૯૬ યુવાઓને, ગાંધીનગર જિલ્લામાં વર્ષ ૨૦૨૧માં ૩૬૮૨ યુવાનો, વર્ષ ૨૦૨૨માં ૫૫૨૮ યુવાનો, ગાંધીનગર શહેરમાં વર્ષ ૧૮૫૫ યુવાનો અને વર્ષ ૨૦૨૨ માં ૨૪૫૪ યુવાઓને રોજગારી આપવામાં આવી હોવાનું સરકારે જણાવ્યું હતું.