ગુજરાત

“વસંત વિદ્યાનગરીની- ૨૦૨૩” કાર્યક્રમમાં ” વર્તમાન સમયની માંગ અનુસાર યુનિવર્સિટી દ્વારા નવા અભ્યાસક્રમો શરૂ કરાશે” – ડૉ. રોહિતભાઈ દેસાઈ

“કેળવણીની સંસ્કાર સરિતા” વિશ્વમંગલમ્ કેળવણી મંડળ સંચાલિત અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન મહિલા આર્ટસ કોલેજ, કોલેજ ઓફ એજ્યુકેશન અને એમ. એડ. કોલેજ વિદ્યાનગરીના સંયુક્ત ઉપક્રમે શૈક્ષણિક વર્ષ : ૨૨-૨૩ ના ડિગ્રી વર્ષના વિદ્યાર્થીઓનો વિદાય દીક્ષાંત સમારોહ શિક્ષણવિદ ડૉ ડી એલ પટેલના અધ્યક્ષ પદે સંપન્ન થયો. જેમાં ઉદ્ઘાટક પદે હેમ. ઉત્તર ગુજ. યુનિ. ના કુલપતિ મા. શ્રી ડૉ રોહિતભાઈ આર દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મહેમાન પદે શ્રી ભુપેન્દ્રસિંહજી ઝાલા , શ્રી મણીભાઈ પટેલ, શ્રી અમૃતભાઈ પુરોહિત, શ્રી વિપુલભાઈ પટેલ, શ્રી ડૉ. દેવેન્દ્રભાઈ સુતરીયા, શ્રી અક્ષયભાઈ પટેલ, પ્રિ. ડૉ. કામેશ્વર પ્રસાદ, શ્રી મહેન્દ્રભાઈ પટેલ, જયદીપભાઇ પટેલ, ડૉ હિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં કોલેજ ના પ્રિન્સિપાલ ડૉ કનૈયાલાલ એલ પટેલે શાબ્દિક સ્વાગતમાં મહેમાનોને આવકારી ની કોલેજ ની ઉપલબ્ધિઓ જણાવી, આગવી પરંપરાઓને રજૂ કરી હતી. આ પ્રસંગે વર્ષ દરમિયાન વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓમાં ઉમદા પ્રદર્શન કરી આગવી ઓળખ ઉભી કરનાર તેજસ્વી તારલાઓ અને વિશિષ્ટ ઉપલબ્ધીઓ પ્રાપ્ત કરનાર અધ્યાપકોને પ્રમાણપત્ર, શિલ્ડ, મોમેન્ટો આપી નવાજવામાં આવ્યા હતા. રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થી કલાકાર મિત્રોએ સૌની વાહ વાહી લૂંટી રોકડ પુરસ્કાર પ્રાપ્ત કર્યા હતા. પ્રાસંગિક પ્રવચનમાં કુલપતિ ડૉ. રોહિતભાઈ દેસાઈએ વર્તમાન સમયની માંગને પહોંચી વળવા વિવિધ નવા અભ્યાસક્રમો શરૂ કરવા જણાવ્યું હતું. કેળવણી મંડળના પ્રમુખ ડૉ ડી એલ પટેલે સૌને શુભેચ્છાઓ પાઠવી, વિદ્યાનગરી સતત પ્રગતિના સોપાનો સર કરે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. કાર્યક્રમનું સમગ્ર સંચાલન ડૉ અરવિંદ એસ પટેલે અને આભાર વિધિ ડૉ. અલકાબેન શાહે કરી હતી. સૌના સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.

 

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *