રાજ્યભરમાં ખેતીમાં થયેલા નુકસાનના સર્વે માટે કર્યા આદેશ
ખેડૂતો માટે સરકારની મોટી જાહેરાત, ડુંગળી-બટાકાના ભાવ સાથે કમોસમી વરસાદથી થયેલા નુકસાનની ભરપાઈ કરવાનો નિર્ણય
રાજ્યમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદને કારણે ધરતી પુત્રો ત્રસ્ત છે. ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે કમોસમી વરસાદને કારણે ખેતીને થયેલા નુકસાનનો સર્વે કરવાનો આદેશ આપ્યો છે.
રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીએ વિધાનસભા ભવનમાં ડુંગળી અને બટાકાના ભાવને લઈને જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે ખેડૂતોને 70 કરોડની સહાય આપવાની જાહેરાત કરી છે. રાઘવજી પટેલે વિધાનસભા ભવનમાં જણાવ્યું હતું કે ખેડૂતોને ટ્રાન્સપોર્ટ સબસિડી પણ આપવામાં આવશે અને ખેડૂતો માટે 70 કરોડની સહાયનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ સહાયમાં સરકાર ખેડૂત દીઠ મહત્તમ 500 કિલોની સહાય આપશે. સરકારે 2 રૂપિયા પ્રતિ કિલો સબસિડી આપવાની જાહેરાત કરી છે. તેમણે અન્ય દેશોમાં બટાકાની નિકાસ પર 25 ટકા સહાય આપવાની વાત કરી છે. મહત્વની વાત એ છે કે ફેબ્રુઆરીના બીજા સપ્તાહથી ડુંગળીના ભાવમાં ઘટાડો થયો છે.