ભારત વિકાસ પરિષદ, ગુજરાત ઉત્તરપ્રાંત વર્ષ્ ૨૦૨3-૨૪ ની કારોબારીની રચના કરવામાં આવી.
રાષ્ટ્રીય વિચારો અને કાર્યોથી ઓતપ્રોત તેમજ સંપર્ક, સહયોગ, સેવા, સંસ્કાર અને સમર્પણ જેવા ધ્યેયોને વરેલી સંસ્થા ભારત વિકાસ પરિષદ, ગુજરાત ઉત્તરપ્રાંત ની વાર્ષિક અસાધારણ સભા પાટણ ખાતે સિદ્ધરાજ ક્રેડીટ સોસાયટી ભવન માં તા: ૦૫/૦૩/૨૦૨૩ ના રોજ યોજાઇ. આ વાર્ષિક અસાધારણ સભા માં પ્રાંત ટ્રસ્ટી , નેશનલ – રીઝ્નલ પદાધીકારી, કોર કમિટી ,પ્રાંત કારોબારી સભ્યશ્રીઓ તેમજ ઉત્તર ગુજરાત ની ૧૭ શાખઓ ના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, ખજાનચી અને મહિલા સંયોજીકા ઉપસ્થિતિ રહ્યા, વિભાગીય મંત્રીશ્રી, પ્રકલ્પ સંયોજક્શ્રીઓ તેમજ મહિલા અને બાળ સંસ્કાર સંયોજીકા એ પ્રાંતનાં વાર્ષિક કાર્યોના અહેવાલ રજુ કરી થયેલા કાર્યોની વિગતો આપી. પ્રાંત પ્રમુખશ્રી ડો.અમિતભાઇ અખાણી – પાલનપુર , પ્રાંત મંત્રી હેંમતભાઇ કાટવાલા -પાટણ તેમજ પ્રાંત મહીલા સંયોજીકા શ્રીમતી સોનલબેન મોઢ એ પોતાના કાર્યકાળ દરમ્યાન તમામે આપેલ સહયોગ બદલ આભાર વ્યક્ત કરી કાર્યમાં સમર્પિત રહેવા જણાવ્યુ હતું. ગુજરાત ઉત્તર પ્રાંત ના પ્રમુખશ્રી ડો.અમિતભાઇ અખાણી એ મનનિય પ્રવચન આપતા જણાવેલ કે સામાજિક સમરતા, રાષ્ટ્રભાવ, સેવાકિય કામોનુ મહ્ત્વ સમજાવેલ વધુમાં કહેલ કરેલુ સદ્કાર્ય ક્યારેય એળે જતુ નથી, તેનૂ ફળ ચોક્કસ પ્રાપ્ત થતુ હોય છે. તેવૂ ઉદાહરણ આપી સમજાવેલ.અંત માં વર્ષ ૨૦૨૩-૨૪ ની પ્રાંતની નવિન કારોબારીની જાહેરાત પ્રાંત ટ્રસ્ટી ભરતભાઇ ઠક્કરે કરી હતી જેમા નવા વર્ષનાં પ્રમુખ તરીકે ઉર્વેશભાઈ પંડ્યા, મહામંત્રી પારસભાઈ ખમાર, ખજાનચી અજયભાઈ પરીખ, સંગઠન મંત્રી ડો.તુષારભાઈ, મહીલા સંયોજીકા શ્રીમતી મમતાબેન ખમાર ની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. નવિન કારોબારીને ઉપસ્થિત સર્વે એ અભિનંદન પાઠવ્યા હતા …..
બોક્સ : ગત વર્ષ માં ગુજરાત ઉત્તર પ્રાંત માં આઝાદી કા અમ્રુત મહોત્સવ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઇ હતી વક્રુત્વ સ્પર્ધા : પહેલા નંબર પર ધાનેરા ના કલ્પનાબેન પટેલ ,બીજા નંબર પર પાટણ ના નેહાબેન પટેલ અને ત્રીજા નંબર પર પાલનપુર ના સોનલબેન જોષી આવેલ. દેશભકિતના ગીત ની સ્પર્ધા : પહેલા નંબર પર ડીસા ના ઐશ્વર્યાબેન ત્રિવેદી ,બીજા નંબર પર ડીસા રીનાબેન પટેલ અને ત્રીજા નંબર પર પાલનપુર ના ચેતનાબેન ત્રિવેદી આવેલ.મહીલા ગ્રુપ ડાન્સ ની સ્પર્ધા : પહેલા નંબર પર પાલનપુર ,બીજા નંબર પર પાટણ અને ત્રીજા નંબર પર રાધનપુર ની ટીમ આવેલ તમામ વિજેતાઓને ગુજરાત ઉત્તરપ્રાંત તરફ થી સીલ્ડ આપી સન્માનિત કરવામાં આવેલ.