રાજ્યમાં આગામી બે દિવસ કમોસમી વરસાદના એધાણી
આજથી બે દિવસ રાજ્યમાં કમોસમી વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે.સૌરાષ્ટÙ, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ થવાની સંભાવના છે.ખાસ કરીને કચ્છ, વલસાડ, સુરત, તાપી,નર્મદા, પાટણ, દાહોદ, બનાસકાંઠા,સાબરકાંઠા, અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદ પડી શકે છે. તો આ તરફ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ માવઠુ પડી શકે છે.
બીજી તરફ વરસાદને પગલે માર્કટ યાર્ડ તથા ખેડૂતોને ખુલ્લી ખેત પેદાશોને ઢાંકી રાખવાની પણ જાણ કરવામાં આવી છે.ઉનાળાની શરૂઆતમાં જ વધુ એક વાર માવઠાની આગાહીને પગલે ફરી ખેડૂતો પર ચિંતાના વાદળો ઘેરાયા છે. મહત્વનું છે કે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હાલ કમોસમી વરસાદ પડી રહ્યો છે. આજથી આગામી બે દિવસ ઠંડર સ્ટોર્મ એÂક્ટવિટી સાથે સામાન્ય વરસાદ રહેશે.
ગુજરાતમાં વરસાદના કારણે તાપમાન ઘટે જેથી રાત્રે ઠંડી અને બપોરે ગરમી રહેશે. માર્ચ એન્ડ સુધી ડબલ સિઝન રહી શકે છે.આપને જણાવી દઈએ કે, માવઠાના કારણે આ પહેલા પણ જગતના તાતના મહામુલા પાકને નુકશાન થયુ હતુ અને તેવી વચ્ચે ફરી એક વાર માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે.